મહિલાને આરોપી પોતાના ઘરે બોલાવી ડરાવી ધમકાવી યુવાનો દ્વારા વારાફરતી દુષ્કર્મ આચરી તેણીને અને તેના બાળકોને મારી નાખવાની ધાક ધમકી આપતા હતા.જોકે ધમકીથી ડરી ગયેલ મહિલાનો આ આરોપીઓ વારંવાર લાભ લેતા હતા.આખરે બંને નરાધમોના ત્રાસથી ટત્રસ્ત થયેલી પીડિત મહિલાએ સાહસ કરી ને ગત રોજ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંતરામપુર પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. બંને આરોપી પીડીત મહિલા ને વારંવાર બ્લેકમેલ કરીને તારા પરિવારને મારી નાખીશ ધમકી આપીને પીડિત મહિલા સાથે ખાટલા પર સૂવડાવીને વારાફરતી બંને આરોપીઓ દુષ્કર્મ કર્યું હતું.બંને આરોપી પીડિતોને ખોટી રીતે બ્લેકમેલીંગ કરીને ફોન કરીને વારંવાર બોલાવીને તેની મરજી વિરુદ્ધ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.આખરે હતાશ થયેલી મહિલાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે પેટ્રોલિંગ અને એ.ટી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગણતરીના સમયમાં આ બંને આરોપીને સંતરામપુર પોલીસે ઝડપી પડે બંને વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.