Monday, 26/09/2022
Dark Mode

ફતેપુર :લઘુમતી કોમના યુવકે સોશીયલ મીડીયામાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા બિભત્સ મેસેજ મોકલતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરાઈ

September 30, 2020
ફતેપુર :લઘુમતી કોમના યુવકે સોશીયલ મીડીયામાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા બિભત્સ મેસેજ મોકલતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરાઈ

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૩૦

ઉત્તર પ્રદેશમાં હાથરસની બળાત્કારી ઘટનાનીથી સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આ બનાવના અનુસંધાને એક લઘુમતી કોમના યુવકે સોશીયલ મીડીયામાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા બિભત્સ મેસેજ મોકલતા આ ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ફતેપુરા દ્વારા આ લઘુમતિ કોમના યુવક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી સાથે ફતેપુરા પોલીસ મથકે લેખીતમાં અરજી કરી હોવાનું જાણવા મળે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,ફતેપુરા દ્વારા ફતેપુરા પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટરને આપવામાં આવેલ લેખિત અરજીમાં જણાવ્યા અનુસાર, હાલ ઉત્તેર પ્રદેશમાં હાથરસની ૨૦ વર્ષીય દલિત પિડીતા ઉપર બળાત્કાર ગુજારી તેનું મોત નીપજાવવાનો બનાવ બનવા પામેલ છે જેના અનુસંધાને ફતેપુરા નગરમાં રહેતો આદિલ અ.મજીત પટેલે સોશીયલ મિડીયામાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા બિભત્સ મેસેજ મોકલેલ છે અને તેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાય અને અન્ય સમાજને પણ નુકસાન થાય તેવું કૃત્ય કરેલ હોવાનું અરજીમાં જણાવેલ છે. આ આદિલ પટેલે સોશિયલ મિડીયામાં વાયરલ કરેલ મેસેજથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાવવાના કારણે હિન્દુ સમાજમાં રોષ પણ પ્રગટી રહ્યો છે. આ સમગ્ર મામલે કાયદાકીય રીતે પગલાં નહીં ભરવામાં આવે અને આ આદિલ પટેલ વિરૂધ્ધ કાદયેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ પ્રત્યાઘાત પડશે તેની તમામ જવાબદારી લાગતા વળગતાં તંત્રની રહેશે તેમ પણ અરજીમાં જણાવ્યું છે ત્યારે આ સમગ્ર મામલો આવનાર દિવસોમાં કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તે જાેવાનું રહ્યું ત્યારે આ અરજીની નકલ રવાના ડી.એસ.પી.,દાહોદ અને મામલતદાર ફતેપુરાને પણ રવાના કરાતાં એક્શનમાં આવેલ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

error: Content is protected !!