Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના નાનીસરસણ પશુ દવાખાનામાં સંકુલમાં વૃક્ષોનું નિકંદન કરતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ

સંતરામપુર તાલુકાના નાનીસરસણ પશુ દવાખાનામાં સંકુલમાં વૃક્ષોનું નિકંદન કરતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.29

સંતરામપુર તાલુકાના નાનીસરસણ પશુ દવાખાનામાં સંકુલમાં વૃક્ષોનું નિકંદન કરતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. રાજ્ય સરકાર દ્વારા એક તરફ વૃક્ષ વાવો વરસાદ લાવોના સતત પ્રયાસો ચાલી રહ્યા છે.અને વારંવાર વૃક્ષારોપણના કાર્યક્રમ થાય છે.પરંતુ સંતરામપુર તાલુકાના નાની સરસણ પશુ દવાખાના કર્મચારી સંકુલમાં કોઇની પરવાનગી લીધા વિના જ ઘટાદાર વૃક્ષ કાપી નાખતા પ્રકૃતિપ્રેમીઓ સહિત સૌ કોઇ માં રોષની લાગણી ફાટી જવા પામી છે. પશુ દવાખાના જાગૃત કર્મચારી હોવા છતાં અને નિતી નિયમોનો ભંગ કરીને આજે 100 વર્ષ જૂનું વૃક્ષોની ખતમ કરવામાં આવેલું હતું અનામત હોય કે બીજું કંઈ હોય વૃક્ષ કરતા પહેલા ફોરેસ્ટ વિભાગની તંત્રની મંજૂરી લેવી પડતી હોય છે.પરંતુ અહીંયા કોઈને પૂછ્યા વિના જ નાનીસરસણ પશુ દવાખાનામાં વૃક્ષો નિકંદન થઈ રહ્યું છે.વૃક્ષો વાવવા માટે આને ઉછેરવા માટે સરકાર તેની પાછળ લાખો કરોડ ખર્ચી રહી છે.જ્યારે બીજી બાજુ વૃક્ષો નિકંદન થયેલું સતત જોવા મળી રહ્યા છે.

error: Content is protected !!