Thursday, 21/11/2024
Dark Mode

લીમડી નગરમાં એટીએમમાં પૈસા કાઢવા આવેલો યુવક ઠગાયો:એટીએમ સેન્ટરમાં મદદ કરવાના બહાને ગઠિયાએ એટીએમ બદલી 11 હજાર ઉપરાંતનો ચૂનો ચોપડી ફરાર,પોલિસ તપાસમાં જોતરાઈ

લીમડી નગરમાં એટીએમમાં પૈસા કાઢવા આવેલો યુવક ઠગાયો:એટીએમ સેન્ટરમાં મદદ કરવાના બહાને ગઠિયાએ એટીએમ બદલી 11 હજાર ઉપરાંતનો ચૂનો ચોપડી ફરાર,પોલિસ તપાસમાં જોતરાઈ

    જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૮

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ૨૪ વર્ષીય યુવક એટીએમમાં પૈસા ઉપાડવા ગયો હતો અને કોઈ અજાણ્યો યુવક ત્યા આવી મદદ કરવાને બહાને એટીએમ બદલી લઈ પાસવર્ડ પણ જાણી લઈ રૂા.૧૧,૫૦૦ ઉપાડી લેતા છેતરપીંડીનો ભાગે બનેલ યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળે છે.

ઝાલોદ તાલુકાના આંબા ગામે ભુરી કોતેડી ફળિયામાં રહેતો રાકેશભાઈ જામલાભાઈ બારીયા ગત તા.૨૧મી સપ્ટેમ્બરના રોજ લીમડી નગરમાં આવેલ સુભાષ સર્કલ પાસે એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયો હતો. આ દરમ્યાન એક હિન્દી ભાષા બોલતો આશરે ૨૦ વર્ષીય યુવક ત્યા એટીએમમાં આવ્યો હતો અને રાકેશભાઈને મદદ કરવાનું કહી વિશ્વાસમાં તેમનો એટીએમનો પાસવર્ડ જાણી લીધો હતો અને ત્યાર બાદ પોતાની કળાથી રાકેશભાઈનું એટીએમ તેના એટીએમથી બદલી લઈ રાકેશભાઈના ખાતામાંથી એટીએમ મારફતે રૂા.૧૧,૫૦૦ ઉપાડી તેમની સાથે વિશ્વાસઘાત, ઠગાઈ કરી નાસી જતાં આ સંબંધે છેતરપીંડીનો ભોગ બનેલ રાકેશભાઈ જામલાભાઈ બારીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!