લીમખેડા તાલુકામાં આવેલા ચીલાકોટા ગામે બુટલેગરના રહેણાક મકાનમાં ધમધમતા દારૂના અડ્ડા પર થી પોલીસે રેડ પાડી રૂપિયા 58 50 ની કિંમતનો દારૂ તથા બિયરની 55 નંગ બોટલો સાથે બુટલેગરની ધરપકડ કરી હતી
લીમખેડા પોલીસ ગઈકાલે બપોરે વલુંડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ચીલાકોટા ગામના ગોરાડી ફળિયામાં રહેતા હિંમત મથુર ડામોર પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.તેથી પોલીસે બુટલેગર હિંમત મથુર ડામોર ના ઘરે રેડ પાડી તેને ઝડપી લીધો હતો.પોલીસે ઘરની ઝડતી લઈને ઘરના પ્રથમ ખંડમાં સંતાડી રાખેલ રૂપિયા 5850 ની કિંમતની ઈંગ્લીશ દારૂની કાચની બોટલો તથા પતરાના ટીન મળી કુલ ૫૫ નંગ દારૂ તથા બિયરની બોટલો જપ્ત કરી સાથે બુટલેગર હિંમત મથુર ડામોર ની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.