Friday, 29/03/2024
Dark Mode

ઝાલોદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા:હિટ એન્ડ રન કે હત્યા?,પોલિસ સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે તપાસમાં જોતરાઈ

ઝાલોદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા:હિટ એન્ડ રન કે હત્યા?,પોલિસ સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે તપાસમાં જોતરાઈ

દાહોદ લાઈવ ડેસ્ક…..

ઝાલોદના રાજકીય અગ્રણી હિરેન પટેલનું અકસ્માતમાં મોત થતાં નગરમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ,નગરના તમામ ક્ષેત્રે આપેલ યોગદાન બદલે હમેશા યાદ રાખવામાં આવશે

ઝાલોદ

ઝાલોદ નગર પાલિકા ના પૂર્વ ઉપ પ્રમુખ અને ઝાલોદના સામાજિક તેમજ રાજકીય અગ્રણી એવા હિરેનભાઈ કનુભાઈ પટેલ પોતાના મુવાડા નાકા પર આવેલા નિવાસ સ્થાન થી વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા.આ સમયગાળા દરમ્યાન રસ્તામાંથી પસાર થતા પરિચિત વ્યક્તિએ તેમને દાહોદ રોડ પર કોઈ વ્યક્તિના પગ રસ્તા પર અને અડધું શરીર રસ્તાની ઝાડીઓ માં જોવાતા આ વ્યક્તિ કોણ છે.તે અંગે તપાસ કરતા આ વ્યક્તિ હિરેનભાઈ પટેલ હોવાનું જણાતા આ અંગે તેમના પરિવાર ને જાણ કરી હતી.

હિરેન પટેલનો ફાઈલ ફોટો

 

અને હિરેનભાઈ ને ઝાલોદના સુન્દરમ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.ત્યારબાદ  તેમને વધુ સારવારઅર્થે વડોદરા ખાતે રેફર કરવામાં આવતા રસ્તામાં મૃત્યુ થયું હતું.આ અંગેની જાણકારી નગરમાં વાયુવેગે ફરતા નગરમાં ઘેરા શોક ની લાગણી પ્રવર્તી હતી. તો પોલીસ પણ આ ઘટના અંગે હાલ તપાસમાં લાગી ગઈ છે.અને રસ્તામાં આવતા તમામ સીસીટીવી કેમેરાની ઝીણવટ ભરી તપાસ કરી હતી.અને આ હિટ એન્ડ રન નો કેસ છે કે પછી કોઈ સુનિયોજિત કાવતરું? એ અંગેના તારણો મેળવવામાં લાગી ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝાલોદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હિરેન પટેલ આ ઉપરાંત નગરની સહકારી બેન્કો, માર્કેટ યાર્ડ, કેળવણી મંડળ સહિતની તમામ સંસ્થાઓમાં જોડાયેલા હતા.અને સતત ત્રણ ટર્મથી નગર પાલિકામાં ચૂંટાઈ આવતા હતા.તો હજી સુધી નાની મોટી તમામ ચૂંટણીઓમાં વિજયી રહ્યા હતા.
તેમની સેવાકીય પ્રવુતિઓ અને સામાજિક કાર્યો ને લઈને નગરમાં તેઓ હંમેશા યાદ કરવામાં આવશે. નગરના લોકોમાં પણ હિરેનભાઈ પટેલ ના કસમયે મોત થી ઘેરા શોક ની લાગણી ફેલાઇ છે.જોકે આ મામલે ઝાલોદ પી.એસ.આઈ હાર્દિક દેસાઈએ  ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઝાલોદના મુવાડા ચોકડી પાસેથી ઝાલોદના પૂર્વ પ્રમુખ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. તેઓને વધુ સારવાર અર્થે વડોદરા મોકલ્યા હતા તેઓ રસ્તામાં મોત થયું છે.પોલિસે ઘટના સ્થળ પર પહોંચી ઘટના સ્થળને કોર્ડન કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

error: Content is protected !!