Saturday, 20/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો:આજે નવા 6 દર્દીઓના ઉમેરા સાથે કોરોનાનો કુલ આંક 1576 પર પહોંચ્યો:એક્ટિવ કેસોની સંખ્યા 116 પર પહોંચી

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો:આજે નવા 6 દર્દીઓના ઉમેરા સાથે કોરોનાનો કુલ આંક 1576 પર પહોંચ્યો:એક્ટિવ કેસોની સંખ્યા 116 પર પહોંચી

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.27

દાહોદમાં આજે વધુ છ કોરોના પોઝિટિવ દર્દીઓ ના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1576 ને પાર થવા પામ્યો છે જ્યારે એક્ટિવ કેસો 116 રહેવા પામ્યા છે.

વધુ મળતી માહિતી પ્રમાણે 251 આરટીપીસીઆર ટેસ્ટ પૈકી પાંચ અને રેપીડ ના ૧૦૮૨ પૈકી એક એમ આજે કુલ છ કોરોના પોઝિટિવ કેશો નોંધાવા પામ્યા છે. આ છ પૈકી દાહોદમાંથી 2, દેવગઢ બારિયામાંથી ૩, અને ઝાલોદમાં થી એક એમ કુલ 6 કોરોના પોઝિટિવ કેસોનો સમાવેશ થાય છે જ્યારે આજે વધુ 17 લોકોએ કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી દાહોદ જિલ્લામાં 69 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે.

error: Content is protected !!