ફતેપુરા:તાલુકા માધ્યમિક શિક્ષક સંઘની સામાન્ય સભા યોજાઈ

Editor Dahod Live
1 Min Read

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તા.21

 ફતેપુરા તાલુકા માધ્યમિક શિક્ષક સંઘની સામાન્ય સભા જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષ સ્થાને જાગૃતિ કન્યા વિદ્યાલય, ફતેપુરા ખાતે મળી જેમાં જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના મહામંત્રી શ્રી નીલકંઠ ભાઇ ઠક્કર, તથા યજમાન શાળાના ઇ.આચાર્ય શ્રી જે.આર.પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શબ્દોથી તેમજ ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.અને સામુહિક પ્રાર્થના બાદ જે.આર.પટેલ તથા નીલકંઠ ભાઇ તથા અધ્યક્ષ સ્થાને થી ઇશ્વર ભાઈ પરમારે સંગઠન બાબતે ખુબ વિસ્તૃત સમજ આપી હતી. ત્યાર બાદ ઉપસ્થિત શિક્ષક મિત્રોની સામે ફતેપુરા તાલુકા માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારશ્રીઓ ની દરખાસ્ત કરવામાં આવી હતી.જે સભામાં સર્વ સંમતિથી મંજુર થતા બીન હરીફ નવી કારોબારીની રચના કરવામાં આવી હતી.. અંતમાં આભાર વિઘીહિતેશકુમાર પારગીએ કરી સભા ને પૂર્ણ કરવામાં આવી હતી.

Share This Article