Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ:MGVCL દ્વારા વીજવાયરોમાં નડતરરૂપ ડાળીઓના ટ્રિમિંગના બદલે લીલાછમ વૃક્ષોનો કાઢ્યો નિકંદન:પ્રકૃતિપ્રેમીઓમાં રોષ ફેલાયો

દાહોદ:MGVCL દ્વારા વીજવાયરોમાં નડતરરૂપ ડાળીઓના ટ્રિમિંગના બદલે લીલાછમ વૃક્ષોનો કાઢ્યો નિકંદન:પ્રકૃતિપ્રેમીઓમાં રોષ ફેલાયો

  જીગ્નેશ બારીયા, દાહોદ 

દાહોદ તા.૦૮

દાહોદ શહેરમાં એસ.પી.કચેરી સામે આવેલ માર્ગની સાઈડમાં વૃક્ષોનું આજે દાહોદ એમ.જી.વી.સી.એલ.દ્વારા ટ્રીમીંગ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં આ વૃક્ષોને સંપુર્ણ બોડા કરી પ્રકૃતિ પ્રેમીઓ સહિત નગરજનોમાં છુપા રોષની લાગણી પણ પ્રસરવા પામી છે. અવાર નવાર શહેરમાં ટ્રીમીંગના નામે વૃક્ષોનું નિકંદન તો વૃક્ષોને બોડા કરી દેવાની કામગીરીને પગલે નગરજનોમાં અનેક સવાલો ઉભા થવા માંડ્યા છે.

એક છોડને રોપ્યા બાદ તેને મોટા વૃક્ષમાં પરિવર્તન થવામાં વર્ષાે લાગી જતા હોય છે. આ વાતનુ કદાચ દાહોદ એમ.જી.વી.સી.એલ. ભાન ભુલી ગયું હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એમ.જી.વી.સી.એલ. તથા પાલિકા તંત્ર દ્વારા અનેકવાર દાહોદ શહેરમાં વૃક્ષોના નિકંદન, ડાળીઓ તેમજ વૃક્ષોને કોઈને કોઈ કારણોસર બોડા કરી દેવામાં આવતા હોય છે. ગત માસમાં જ શહેરના ગોડી રોડ તેમજ એસ.પી.કચેરી તરફ જતા માર્ગની સાઈડમાં આવેલ વૃક્ષોનું ટ્રીમીંગ કામગીરી હાથ ધરી તેની ડાળીઓ કાપી નાંખી વૃક્ષોને બોડા કરી દેવાતા પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી હતી અને તે સમયે આ વિસ્તારમાં સ્માર્ટ સીટીના બોર્ડને નડતર રૂપ થવાના કારણે આ વૃક્ષોની ડાળીઓ કાપી નાંખી હોવાની ચર્ચાઓ પણ ચાલી હતી ત્યારે એક માસ જેટલો સમય વિત્યો પણ નથી ત્યા તો ફરી આજે ફરીવાર એસપી કચેરી માર્ગની બાજુમાં આવેલ વૃક્ષોનું દાહોદ એમ.જી.વી.સી.એલ.ના જવાબદાર કર્મચારીઓ પોતાના સ્ટાફના માણસો સાથે આ વિસ્તારમાં પહોંચી જઈ અહીં ઉગેલા વટોવૃક્ષ અને લીલાછમ તેમજ ભરાવદાર, આકર્ષક વૃક્ષોની ડાળીઓનુ નિકંદન કરી બોડાબટ કરી દેવામાં આવ્યા હતા. આ અંગે એમ.જી.વી.એલ.ના જવાબદાર દ્વારા એમ પણ જણાવ્યુ હતુ કે, મેઈન લાઈનને નડતર રૂપ હોવાના કારણે આ વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવી રહ્યું છે અને ૧૫મી ઓગષ્ટ નજીક હોવાને કારણે પણ ઉપરથી ઓર્ડર મળ્યો છે. લીલાછમ વૃક્ષોની આખે આખી ડાળીઓ કાપી દેવાતા રસ્તા પર ડાળીઓનો ઢગલો થઈ જવા પામ્યો હતો. અહીંથી પસાર થતાં પ્રકૃતિ પ્રેમીઓમાં આ નજારો જાેતા એક પ્રકારની નિરાશા સાથે છુપો રોષ પણ જાેવા મળ્યો હતો. પરંતુ અવાજ ઉઠાવે કોણ? જેવી ચર્ચાઓ પણ થઈ હતી.

error: Content is protected !!