Saturday, 20/04/2024
Dark Mode

ફતેપુરામાં ગંદકીથી ખદબદતી પાણીની વાવમાં મરેલા પશુ-પંખી જોવાયા :રોગચાળો ફાટી નીકળવાની ભીતી

ફતેપુરામાં ગંદકીથી ખદબદતી પાણીની વાવમાં મરેલા પશુ-પંખી જોવાયા :રોગચાળો ફાટી નીકળવાની ભીતી

શબ્બીર સુનેલવાલ, ફતેપુરા 

ફતેપુરા તા.08

ફતેપુરા નગરમાં આવેલ પાણીની વાવમાં મરેલા પશુ પંખી અને ગંદકીથી ખદબદતી પાણીની વાવ
ગંદા પાણીથી ભરેલ પાણીના વાવની નજીક શુદ્ધ પાણીનો કુવા આ પાણીના કૂવામાંથી ગ્રામજનોને પીવા તેમજ વાપરવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

ફતેપુરા તા.08

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ગંદકી ભરેલ અને મરેલા પશુ પંખીઓ થી ભરેલ પાણી વાવ આવેલી છે આ વાવની નજીક જ વર્ષો જૂનો પાણીનો કુવો આવેલ છે આ પાણીના કૂવા માંથી ગ્રામજનોને પીવા માટે તેમજ પીવા માટે તેમજ વાપરવા માટે ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે તેમજ ગામની મહિલાઓ આ પાણીના કૂવા પર પાણી ભરવા માટે આવે છે વાપરવા અને પીવાના પાણીના કુવાના નજીક જ માત્ર 10 ફૂટ દૂર ની ગંદકીથી ભરેલ અને દુર્ગંધ મારતો પાણી પાણી ની વાવ આવેલ છે આ દુષિત અને ગંદકીથી દુર્ગંધ મારતું પાણી અ વાપરવા અને પીવાના પાણીમાં જમીનમાં મારફતે ભળી જવાની પૂરી શક્યતાઓ જોવા મળે છે અને જો ભવિષ્યમાં આ દુર્ગંધ મારતું પાણી પીવાને વાપરવા માટેના પીવાના કુવામાં ભળી જશે તો બીમારી ફેલાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળે છે ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા દુર્ગંધ મારતું અને મરેલા ભૂંડો પશુ-પંખી તે ભરેલ આ પાણીને વાવ ને પૂરી દેવાની જરૂર થઈ પડે છે દુર્ગંધ મારતા પાણીના લીધે આજુબાજુ વિસ્તારના રહીશોને તેમજ આ રસ્તા પરથી પસાર થતા લોકોને ભારે વિટંબણા નો સામનો કરવો પડતો હોય છે.

error: Content is protected !!