Thursday, 11/08/2022
Dark Mode

દાહોદ:પોલીસબેડામાં રાજ્યવ્યાપી બદલીઓના દોરમાં દાહોદના ત્રણ પીએસઆઈની બદલી કરાઈ:એક પીઆઇ તેમજ એક પીએસઆઈ મુકાયા

દાહોદ:પોલીસબેડામાં રાજ્યવ્યાપી બદલીઓના દોરમાં દાહોદના ત્રણ પીએસઆઈની બદલી કરાઈ:એક પીઆઇ તેમજ એક પીએસઆઈ મુકાયા

   નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા. 30

રાજ્યના પોલીસવડા દ્વારા આજરોજ રાજ્યના 27 બિન હથિયાર ધારી પીઆઇ તેમજ પીએસઆઈઓની જાહેરહિતમાં સાગમટે બદલીઓ કરતા દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા ત્રણ પીએસઆઇની જિલ્લા બહાર બદલી કરાઈ છે.જ્યારે એક પીઆઇ તેમજ એક પીએસઆઈની દાહોદ ખાતે બદલી કરી હોવાનું જાણવા મળેલ છે

રાજ્યના પોલિસ મહાનિર્દેશક (ડીજીપી) શિવાનંદ ઝા એ રાજ્યના 27 જેટલાં બિન હથિયારધારી પીઆઇ તેમજ પીએસઆઈની જાહેર હિતમાં સાગમટે બદલીઓ કરતા દાહોદ ટાઉન પોલિસ મથકમાં ફરજ બજાવતા ડાભી પરેશકુમાર પરષોત્તમ દાસની અમદાવાદ ખાતે, લીમડી પોલિસ મથકના પીએસઆઈ જાધવ પૃથ્વીરાજ ભૂપતસિંહની આણંદ ખાતે તેમજ સાયબર સેલ ગોધરા રેન્જમાં ફરજ બજાવતા વિક્રમસીંગ દલપતસીંગ ખાંટની અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરાઈ છે. જ્યારે ઇન્ટેલીજન્ટ બ્યુરોમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા કે.ડી.ડીંડોર ની દાહોદ મુકામે તેમજ અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પટેલ બ્રિજેશકુમાર મણિલાલની દાહોદ ખાતે બદલી કરી હોવાનું સત્તાવાર માહિતીઓ પ્રાપ્ત થઈ છે.

error: Content is protected !!