Wednesday, 17/08/2022
Dark Mode

દાહોદમાં 7 પી.એસ.આઇઓની આંતરિક બદલીઓ કરાઈ

દાહોદમાં 7 પી.એસ.આઇઓની આંતરિક બદલીઓ કરાઈ

     જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.24

દાહોદ જિલ્લા પોલીસવડાશ્રીએ આજે વહીવટી કારણોસર વધુ 7 પી.એસ.આઇ.ઓની આંતરિક બદલીઓ કરી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર (1) કતવારા પી.એસ.આઈ એમ.એ.દેસાઇ ને દાહોદ રૂરલ પો.સ્ટે માં બદલી કરાઈ છે.(2)સાગટાળા પી.એસ.આઈ જી.બી.રાઠવાને દાહોદ રૂરલ સેકન્ડ પી.એસ.આઈ તરીકે બદલી કરાઈ છે.(3) દાહોદ રૂરલ પોલિસ મથકના પી.એસ.આઈ એ.આર.બારીયાને ઝાલોદ સેકન્ડ પીએસ આઈ તરીકે(4) ઝાલોદના પી.એસ.આઈ આર.કે.રાઠવા સંજેલી પી.એસ.આઈ તરીકે (5)લીમડીના પી.એસ.આઈ જે.બી.ધનેશા ( હાલચાર્જ સંજેલી પો.સ્ટે.) ને કતવારા પી.એસ.આઈ તરીકે, (6)દે.બારીયા પોલિસ મથકના પી.એસ.આઈ એ.એ.રાઠવાને સાગટાળા પી.એસ.આઈ,તેમજ (7)લીમખેડા પોલિસ મથકના પી.એસ.આઈ એન.જે.પંચાલને દે.બારીયા પી.એસ.આઈ તરીકે બદલી કરાઈ હોવાનું સત્તાવાર માહિતીઓ પ્રાપ્ત થઈ છે.

error: Content is protected !!