Thursday, 28/03/2024
Dark Mode

દાહોદમાં કોરોના સંક્રમણને નાથવા નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં: શોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ બે દિવસમાં ત્રણ રેસ્ટોરેન્ટ સીલ કરાઈ:જ્યારે સરકારી કચેરીઓમાં શોશ્યલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળતા આશ્ચર્ય,

દાહોદમાં કોરોના સંક્રમણને નાથવા નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં: શોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ બે દિવસમાં ત્રણ રેસ્ટોરેન્ટ સીલ કરાઈ:જ્યારે સરકારી કચેરીઓમાં શોશ્યલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળતા આશ્ચર્ય,

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોમાં કોરોના સંક્રમણને નાથવા નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં: શોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ બે દિવસમાં ત્રણ રેસ્ટોરેન્ટ સીલ કરાઈ, જ્યારે સરકારી કચેરીઓમાં શોશ્યલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળતા આશ્ચર્ય, સરકારી કચેરીમાં બાબુઓ તેમજ અરજદારો માસ્ક પહેરવાનું ભુલતા કોરોના સંક્રમણ વધવાની સેવાતી ભીતી,શોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ નગરપાલિકા તંત્ર દ્વારા કરેલ કાર્યવાહીને લોકોએ બિરદાવી  
દાહોદ, તા. ૧૫

દાહોદ નગરમાં સામાજિક અંતરનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે નગરપાલિકા અને પોલીસની કાર્યવાહી આજ સતત બીજા દિવસે પણ જારી રહી છે.ગઈકાલે એક રેસ્ટોરેન્ટને સીલ માર્યા બાદ આજરોજ વધુ બે રેસ્ટોરેન્ટને સીલ કરતાં નગરમાં ચકચાર મચી જવા પામી છે. કલેક્ટરશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરતી જણાયેલી ત્રણ  રેસ્ટોરન્ટને નગરપાલિકાએ તાળા મરાવી દીધા છે.જ્યારે બીજી તરફ સરકારી તાબા હેઠળની કચેરીઓમાં કામઅર્થે આવતા અરજદારો તેમજ બાબુઓ માસ્ક પહેરવાનું ભુલ્યા છે.તેમજ સરકારી કચેરીના પટાંગણમાં અરજદારોના ટોળેટોળા ભેગા થતાં શોશ્યલ ડિસટન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળતા કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ વધી જવા પામી છે.

દાહોદમાં અનલોક-૨માં મળેલી છૂટછાટ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી વેપારીઓને શરતોને આધીન વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી અપાઇ છે. ખાસ કરીને ઉપાહાર આપતા નાસ્તાગૃહોને માત્ર ડિલિવરી (પાર્સલ) સેવાઓ થકી જ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આમ છતાં, નગરમાં કેટલીક રેસ્ટોરન્ટ ગ્રાહકોની ભીડ કરીને નાસ્તો આપતી હોવાની ફરિયાદો મળતા કલેક્ટરશ્રી વિજય ખરાડીએ આ બાબતે કાર્યવાહી કરવાની દાહોદ નગરપાલિકાને સૂચના આપી હતી. તેના પગલે નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા ગઈકાલે ગોધરારોડ પર આવેલ શિવલકકી રેસ્ટોરેન્ટને સીલ માર્યા બાદ આજ બીજા દિવસે પણ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માણેક ચોક સ્થિત યાદગાર હોટેલ અને ગોદી રોડ ઉપર આવેલી ગણેશ રેસ્ટોરન્ટ દ્વારા નિયમોનો ભંગ થતો હોવાનું જણાતા બન્ને રેસ્ટોરન્ટને સીલ મારી દેવામાં આવ્યા હોવાનું મુખ્ય અધિકારી શ્રી અતુલ સિંહાએ જણાવ્યું હતું.

નગરમાં માસ્ક ન  પહેરવા તેમજ શોશ્યલ ડિસટન્સના ભંગ બદલ કરેલ કાર્યવાહીને લોકોએ બિરદાવી:સરકારી તાબા હેઠળ આવેલી મામલતદાર કચેરીમાં શોશ્યલ ડિસટન્સના ઉડ્યા ધજાગરા:અરજદારો સહીત સરકારી બાબુઓ તેમજ એજેન્ટો માસ્ક પહેરવાનું ભુલ્યા:લોકલ સંક્રમણ વધવાનો ભય 

દાહોદમાં છેલ્લા 2 દિવસથી દાહોદ નગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સના નિયમોના  પાલન ન કરતા હોટલ અને દુકાનદારો સામે લાલ આંખ  હોટેલો ને સીલ કરવામાં આવી રહી છે.તેમજ જાહેર રસ્તાઓ પર માસ્ક વગર નીકળતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ એક સારી બાબત છે, પરંતુ સરકારી તાબા હેઠળની દાહોદની મામલતદાર ઓફીસમાં દરરોજ આવતા અરજદારો તેમજ ઓફિસોમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં માસ્ક પહેરવાની સાથે સોશીયલ ડિસ્ટન્સનો પાલન કરવાનું ભૂલી જતા મામલતદાર કચેરીના પરિસરમાં  છડેચોક ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. જ્યારે એક તરફ કોરોના સંક્રમણને નાથવા તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીને શહેરીજનો બિરદાવી રહ્યા છે.ત્યારે બીજી તરફ મામલતદાર કચેરીમાં થતાં શંભુમેળા સામે કોઈ કાર્યવાહી ન થતાં તંત્રના બેવડા ધોરણ ને લઇ નગરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.ત્યારે લગતા વળગતા તંત્ર દ્વારા આ મામલતદાર ઓફિસમાં પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી તપાસ કરવામાં આવે તો અનેક સઘળી હકીકત બહાર આવવા પામે તેમ છે.

error: Content is protected !!