ફતેપુરાના જગોલામાં દીપડાએ યુવક પર હુમલો કરી આંખ ફોડી નાખતા પંથકમાં ફફડાટ ફેલાયો

Editor Dahod Live
1 Min Read

      હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના જગોલામાં એક યુવાન પર દીપડાનો હુમલો:લોહીલુહાણ હાલતમાં યુવક ખેતરમાં પડયો હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા.

દાહોદ તા.07

ફતેપુરા તાલુકાના રાજસ્થાન સરહદે આવેલા જગોલા માળ વિસ્તારમાં એક યુવાન લોહીલુહાણ હાલતમાં ખેતરમાં પડયો હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં તેના પર દીપડાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ફતેપુરા તાલુકાના જગોલા વિસ્તારમાં એક ખેતરમાં લોહીલુહાણ હાલતમાં એક યુવક ખેતરમાં પડી રહેલો હોવા ના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.જેમાં આ યુવાન પર દીપડાએ છલાંગ મારીને લોહીલુહાણ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું એનું નામ ખાતુભાઈ ગરવાલહોવાનું જાણવા મળ્યું હતું. મોઢાના ભાગે ગંભીર ઇજા હોવાનું તેમજ આંખ પણ ફૂટી ગયેલ હોવાનું યુવકના ચેહરા પર જોવા મળ્યું હતું.

Share This Article