દાહોદમાં સતત ત્રીજા દિવસે કોરોના પોઝીટીવનો કેસ નોંધાયો:દાહોદમાં કોરોનાનો કુલ આંકડો 50 ને પાર: કોરોના સંક્રમિત એક્ટિવ કેસનો આંકડો 7 પર પહોંચ્યો

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.24

દાહોદમાં સતત ત્રીજા દિવસે કોરોના પોઝીટીવ કેસ નોંધાવા પામતા આરોગ્ય વિભાગ સહિત વહિવટી તંત્રમાં દોડધામ ના દ્રશ્યો સર્જાયા હતા.વધુમાં જાણવા મળ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ગઇકાલે 70 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જે પૈકી 69 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામતા દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 49 પર પહોંચ્યો છે.

મળતી માહિતી અનુસાર દે.બારીયા તાલુકાના કુવાબૈણા ગામના જુના ફળિયાના રહેવાસી 30 વર્ષીય ધીરજભાઈ એલ. પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવવા પામ્યો હતો. વધુ માં જાણવા મળ્યા મુજબ આજરોજ કોરોના પોઝિટિવ આવેલા 30 વર્ષીય યુવક ગત તારીખ 13 મી જૂનના રોજ અમદાવાદથી પોતાના વતન બારીયાના કુવાબૈણા ખાતે આવેલો હતો.જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા તેનો સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યો હતો જયા આજરોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવવા પામ્યો હતો. આરોગ્ય વિભાગે હાલ કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આદરી તેઓને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ જુના ફળિયાના આસપાસના વિસ્તારોને સેનેટાઈઝર સહિત દવાના છંટકાવની કામગીરીમાં પણ જોતરાયા છે.દાહોદમાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવના 49 કેસો નોંધાવા પામ્યા છે. જે પૈકી 43 દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને અત્રેના હોસ્પિટલમાંથી રજા મળી જવા પામતા હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કુલ 7 કેસો અત્રેની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

Contents
Share This Article