Friday, 25/04/2025
Dark Mode

સંજેલી તાલુકાના હિરોળા ગામે ભ્રષ્ટાચાર થયો હોવાની લેખિત રજૂઆત જિલ્લા અધિકારીને કરતા ખળભળાટ

સંજેલી તાલુકાના હિરોળા ગામે ભ્રષ્ટાચાર થયો હોવાની લેખિત રજૂઆત જિલ્લા અધિકારીને કરતા ખળભળાટ

 નીલ ડોડીયાર @ દાહોદ 

સંજેલી તાલુકાના હિરોળા ગામે ભ્રષ્ટાચાર થયો હોવાની લેખિત રજૂઆત જિલ્લા અધિકારીને કરતા ખળભળાટ

દાહોદ તા.24

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હિરોલા ગામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની લેખિત ફરિયાદ કરવામાં આવી છે.હિરોળા ના બોરવાણી ફળિયાના રહેવાસી જયેશભાઇ રામસિંહભાઇ સંગાડા અને ગામલોકો દ્વારા હિરોળા ના સંગાડા કાળુભાઇ વેલજીભાઇ પૂર્વ જિલ્લા સદસ્ય ,સંગાડા હંસરાજભાઇ કાળુભાઇ સંગાડા તેમજ વિરસીંગભાઇ ખેતાભાઇ સસ્તા અનાજની દુકાનના વેપારી વિરુદ્ધ લેખિત રજુઆત જિલ્લા કક્ષાએ કરવામાં આવી છે .તેમના ગામના અંદર ગામના વિકાસના કામો ન થતા હોવાથી સરકારી કામ ગ્રાન્ડ ફક્ત કાગળના કામો પર બતાવી સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાની હિરોલા સરપંચ તેમજ સંજેલી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ જિલ્લા કલેકટરને પણ તા 21/5/20 ના રોજ રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .આવેદન આપ્યા બાદ સરપંચ ના સસરા કાળુભાઇ વેલજી સંગાડા વિરસીંગભાઇ ખેતાભાઇ સંગાડાએ સરકારી દુકાન ચલાવે છે તેઓ પબ્લિકને સરકારી અનાજ ઓછું આપતા હોવાથી પુરવઠા મામલતદાર સંજેલી ને જાણ કરેલ તેથી કાળુભાઇ સંગાડા વિરસીંગભાઇ સંગઠને આ બંને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાને ડરથી ટેલિફોનિક અવારનવાર ધાક ધમકીઓ આપતા હોવાની અને અરજીઓ પાછી ખેંચી લેવાની તેમજ સમાધાન કરવા માટે વારંવાર દબાણ કરતા હતા .તેમજ સસ્તા અનાજની દુકાનો પર અનાજ લેવા જતાં ત્યાંથી પણ ધાક ધમકીઓ આપેલ બાંધી દેવાની તેમજ ગાયબ કરી દેવાની ધમકી આપતા હતા.તા 23/5/20 ના રોજ બપોરના સમયે સરપંચ ઉપસરપંચના માણસો બોલેરા ભાડે લઈને ઘરમાં આવી મારી નાખવાની કોશિશ કરેલ બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવતાં ભાગી ગયા હતા તેમાં સંજેલી પોલીસને ટેલિફોનિક જાણ કરતા સંજેલી પોલીસની ગાડી આવી તેમજ પોલીસ સ્ટેશને બધા ભેગા થઈ ફરિયાદ નોંધાવવા માટે જતા સંજેલી પોલીસ દ્વારા પણ કોઇ પણ કાર્યવાહી ન થઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી .અરજદાર દ્વારા જિલ્લા અધિકારીને કાર્યવાહી ન થાય તો પોતાના જીવનું જોખમ રહે તેવી સંભાવના હોય ગુનેગારો સામે કડકમાં કડક સજા કરવા માટેની લેખિત રજૂઆત કરતાં સંજેલી તાલુકા મા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

error: Content is protected !!