Tuesday, 03/12/2024
Dark Mode

દાહોદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા: ફાયનાન્સ કંપનીના કર્મચારીઓની નિશાન બનાવી લૂંટ ચલાવતી ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ચાર લૂંટારૂઓ ઝડપાયા

દાહોદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા: ફાયનાન્સ કંપનીના કર્મચારીઓની નિશાન બનાવી લૂંટ ચલાવતી ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ચાર લૂંટારૂઓ ઝડપાયા

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૦લૂંટારો ગેંગ પાસેથી રિકવર કરેલા પૈસા

 છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં વિવિધ જગ્યાએ ફાયનાંસ કંપનીના કર્મીઓને નિશાન બનાવી સનસનાટીભરી લૂંટને અંજામ આપી તરખાટ મચાવનાર અને થોડાક દિવસ પૂર્વે ઝાલોદના જામરીયા ગામ નજીક મોટરસાઈકલ પર જઈ રહેલા ફાઈનાન્સ કંપનીના કર્મચારીને લુંટી લેવાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ દાહોદ  એલસીબી  પોલિસે ઘનિષ્ઠ તપાસનો દૌર આરંભી ગુનાનો ભેદ ઉકેલવામાં દિવસ રાત એક કરી હતી. આ દરમ્યાન આ લુંટમાં સામેલ ચાર લુંટારૂઓને ફતેપુરા તાલુકાના ગરાડુ ગામેથી મોટરસાઈકલો સાથે ઝડપી પાડી તેઓની પાસે રોકડા રૂપીયા ૩૧,૨૫૫ મળી કુલ રૂ.૧,૬૫,૨૫૫ નો મુદ્દામાલ પોલીસે રીકવર કર્યાનું જાણવા મળે છે.

જિલ્લાભરમાં ફાયનાન્સ કંપનીના કર્મચારીઓને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવી તરખાટ મચાવનાર લૂંટારૂ ગેંગના ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરના માર્ગદર્શન અને સુચનાના આધારે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ બી.ડી.શાહના માર્ગદર્શનમાં તેમજ એલસીબીના પીએસઆઇ પીએમ મકવાણાના નેતૃત્વમાં આજરોજ પોલીસે બાતમીના આધારે દાહોદ એલ.સી.બી.પોલીસ પોતાના સ્ટાફના જવાનો સાથે ઝાલોદ તાલુકાના ગરાડું ગામે વોચ ગોઠવી ઉભા હતા. આ દરમ્યાન ત્યાથી નંબર વગરની ૩ મોટરસાઈકલો પર સવાર થઈ જઈ રહેલા જીગર રમેશભાઈ પારગી (રહે.હોળી ફળિયુ, ઘુઘસ, તા.ફતેપુરા,જી.દાહોદ),  ઈશ્વરભાઈ દલાભાઈ ગરાસીયા (રહે. ભુંગાપુરા, બાંસવાડા,રાજસ્થાન),  પતરેશભાઈ સોમાભાઈ નિનામા (રહે. નાલપાડા ફળિયુ, ટીમ્બી, તા.ગાંગડ તળાઈ, જી. બાંસવાડા, રાજસ્થાન) અને ભરતભાઈ બીજીયાભાઈ ભાભોર (રહે.મુનખોસલા, ઝરેણા ફળિયુ, તા.ઝાલોદ, જી.દાહોદ) ઉપર દાહોદ એલ.સી.બી.પોલીસને શંકા જતાં તેઓને રોક્યા હતા. પોલીસે તેઓની સઘન પુરછપરછ કરતાં ઉપરોક્ત ગુન્હા સંબંધિત તેઓએ પોતાનો ગુન્હો કબુલ કર્યા હતો અને આ બાદ પોલીસે તેઓની તલાસી લેતા તેઓની પાસેથી રોકડા રૂપીયા ૩૧,૨૫૫ રોકડા તથા ત્રણ મોટરસાઈકલનો કિંમત મળી કુલ રૂ.૧,૬૫,૨૫૫ નો મુદ્દામાલ જપ્ત કરી ઉપરોક્ત ત્રણેય જણાને પોલીસ મથકે લાવ્યા હતા. વધુમાં જાણવા મળ્યા અનુસાર, ઉપરોક્ત આરોપીઓએ ફતેપુરા, સંજેલી, ઝાલોદ પોલીસ મથકે હદ વિસ્તારમાં પણ લુંટ જેવા બનાવોને અંજામ આપ્યો હતો અને આ પોલીસ મથકે પણ ગુનાઓ દાખલ થયા હોવાથી પોલીસે આ ચારેય ઈસમોને ઝડપી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરેલ છે.

error: Content is protected !!