Friday, 06/12/2024
Dark Mode

દે.બારીયાના ઉચવાણમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા લાખો રૂપિયાના દંડની વસુલાત છતાંય ધમધમતો ગેરકાયદેસર રેતી ખનનનો વેપલો

દે.બારીયાના ઉચવાણમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા લાખો રૂપિયાના દંડની વસુલાત છતાંય ધમધમતો ગેરકાયદેસર રેતી ખનનનો વેપલો

 મઝહર અલી @ દે.બારીયા 

દેવગઢબારીયાના ઉચવાણ ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓ સામે લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છતાં પણ મોટા પાયે ચાલતું ગેરકાયદેસર રેતી ખનન તંત્ર અજાણ કે પછી આંખ આડા કાન જેવા અનેક સવાલ, ગેરકાયદેસર રેતી ખનન કરવા બદલ માફીયાને અગાઉ લાખો રૂપિયાનો દંકા કરવામાં આવ્યો હતો.આજે પણ આ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો,દેવગઢબારિયા તાલુકાના ઉચવાણ ગામેથી ગેરકાયદેસર રેતી ખનન મોટો કારોબાર તંત્ર સફાળું જાગ્યું હોય તેમ રસ્તો બંધ કર્યો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા માર્યા જેવી પરિસ્થિતિ.

દે.બારીયા 20

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરને અડીને આવેલ ઉચવાણ ગામના પાનમ નદીના પટમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી માફિયાઓ દ્વારા ખનન થઈ રહ્યું છે. અગાઉ આ ગામના બે ઈસમો વિરુદ્ધ ગાંધીનગરથી ખનીજ વિભાગની ટીમ દ્વારા લાખો રૂપિયાની ગેરકાયદેસર રેતી ખનન ને લઇ ૭૦ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે ફરી આ રેતી માફિયાઓ દ્વારા આજ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન શરૂ કરતાં સ્થાનિક ગ્રામજનોમાં પણ આ રેતી માફિયાઓ વિરુદ્ધ રજૂઆત કરીને જાણે થાકી ગયા હતા. ત્યારે આ ગેરકાયદેસર રેતી વાહનના કારણે આ ગામમાં પાણીના તળ ઉંડા જવા પામ્યા છે. તેમજ ગામના આવવા જવાનો રસ્તો પણ તૂટી જાય છે. ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગને આ બાબતે જાણ કરવા છતાં પણ આજદિન સુધી કોઇ પગલા લેવાયા નથી. જ્યારે આ ખનીજ વિભાગ આ ગામમાં રેડ કરે છે. તે અગાઉ આ રેતી માફિયાઓ અને ખનીજ વિભાગની ચહલ પહલની જાણ થઈ આવે છે. જેને લઇ પણ અનેક શંકા કુશંકા ઉભી થવા પામી છે. ત્યારે હાલમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ ગેરકાયેદસર રેતીની લીઝોનો પ્રશ્નને લઇ સ્થાનિક મામલતદારને રજૂઆત કરવા મામલતદારશ્રી આખરે ગેરકાયદેસર રેતી ખનન થતી અટકાવી અને ભારે વાહનો ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અને આ રસ્તા ઉપર એંગ્લો મારી દેવામાં આવી છે ત્યારે સ્થાનિક તંત્ર પણ જાણે ઘોડા છુટયા પછી તબેલાને તાળાં માર્યા હોય તેવી પરિસ્થિતિ સમાન દેખાઇ રહ્યું છે. જ્યારે આ માથાભારે રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતીની ગાડીઓ અન્ય રસ્તાઓથી કે પછી કોઈ ખેતરમાંથી પસાર કરી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે આ રેતી માફિયાઓને કોણ છાવરી રહ્યું છે ? તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે ખનીજ વિભાગ દ્વારા હાલમાં થયેલ ગેરકાયદેસર રેતી ખનન સામે પગલાં ભરી કાયદેસર કાર્યવાહી કરશે ખરું?

error: Content is protected !!