Thursday, 25/04/2024
Dark Mode

ફૂડ સેફટી મોબાઈલ વાનના દાહોદ જિલ્લામાં ધામા,દુધ,મીઠાઈ, ફરસાણ, તેલ,જેવા ખાદ્યય સામગ્રીના નમુનાઓ એકત્ર કરી પૃથ્થકરણ માટે લેબમાં મોકલાયા,ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો

ફૂડ સેફટી મોબાઈલ વાનના દાહોદ જિલ્લામાં ધામા,દુધ,મીઠાઈ, ફરસાણ, તેલ,જેવા ખાદ્યય સામગ્રીના નમુનાઓ એકત્ર કરી પૃથ્થકરણ માટે લેબમાં મોકલાયા,ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો

જીગ્નેશ બારીયા :-  દાહોદ

દિવાળી ટાણે ફૂડ સેફટી મોબાઈલ વાનના દાહોદ જિલ્લામાં ધામા,દુધ,મીઠાઈ, ફરસાણ, તેલ, જેવા ખાદ્યય સામગ્રીના નમુનાઓ એકત્ર કરી પ્રથ્થકરણ માટે લેબમાં મોકલાયા, ટૂંક સમય પહેલાં જ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મીઠાઈ જેવીી ખાદ્યમીઠાઈ જેવી ખાદ્ય સામગ્રીની ચકાસણી માટ કલેકટરને લેખીતમાં રજૂઆત કરાઇ હતી.

દાહોદ તા.૦૭

આગામી દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લામાં ફરસાણ, મીઠાઈ, ડેરી, વિગેરે જેવી પેઢીઓ સામે લાંલ આખ કરી અને જાહેર જનતાના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય તેવા હેતુસર કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી,ગાંધીનગરની ફુડ સેફ્ટી મોબાઈલ વાને દાહોદ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ધામા નાંખતા ખાદ્ય પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે. આ એક અઠવાડિયાના સમયગાળા દરમ્યાન ગાંધીનગરની આ ટીમ સાથે જિલ્લાની સ્થાનીક આરોગ્ય ટીમ પણ જાેડાઈ હતી અને દાહોદ જિલ્લાના દુધ, મીઠાઈ, ફરસાણ, તેલ, વિગેરેના નમુનાઓ લેવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળ્યા અનુસાર, કેટલાક નમુનાઓના ટેસ્ટીંગ રિપોર્ટમાં હાલ ભેળસેળીયા પદાર્થ મળ્યા ન હતા પરંતુ ઘણા નમુનાઓના રિપોર્ટ લીધા બાદ તેના સેમ્પલો પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે અને પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.

કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ગાંધીનગર દ્વારા દાહોદ જિલ્લામાં ફુડ સેફ્ટી મોબાઈલ વાન જિલ્લામાં મોકલવામાં આવી હતી. તા.૧૧મી સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખરેડી દુધ શીત કેન્દ્ર પર જઈ દુધના કુલ ૭૨ નમુનાનું ફિલ્ડ પરજ ટેસ્ટીંગ કર્યું હતું તેમજ તા. ૪ સપ્ટેમ્બરના રોજ લીમડી દુધ શીત કેન્દ્ર પર જઈ કુલ દુધના ૯૬ નમુનાનું ટેસ્ટીંગ કર્યું હતુ ત્યાર બાદ તા.૬ સપ્ટેમ્બરના રોજ ધાનપુર શીત કેન્દ્ર પરર જઈ કુલ ૮૦ દુધના નમુનાનું ફિલ્ડ પર ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુ. આ તમામ ટેસ્ટીંગ દરમ્યાન કેઈ ભેળસેળયુક્ત પદાર્થ

જેવા કે, યુરિયા, તેલી પદાર્થ માલુમ પડ્યું ન હતુ. તહેવારોને ધ્યાનમાં રાખી લીમડી ખાતે મીઠાઈ, ફરસાણ બનાવતી પેઢીમાં તળવા માટે વપરાતા તેલનું ટેસ્ટીંગ કરવામાં આવેલ હતુ. કુલ ૧૪ પેઢીની તપાસ કરી હતી તેમાં તા.૫મી સપ્ટેમ્બરના રોજ દાહોદ શહેર, લીમખેડા ખાતેથી કુલ ૫૭ પેઢીની તપાસ કરવામાં આવી હતી જેમાં મીઠાઈ, ફરસાણ બનાવતા એકમો પર જઈ ફુડ સેફ્ટી મેજીક બોક્ષ દ્વારા સ્થવ પરજ માવો, દુધ, મીઠાઈમાં કલરનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુ. જિલ્લા તેમજ નગરપાલિકા ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા માવાના કુલ ૧૧ નમુના, મીઠાઈના ૧૩, ફરસાણ – નમકીનના ૧૪, બરફીના ૮, ઘી ના ૫, બેસનના ૮ નમુના લઈ પૃથ્થકરણ કરવા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. રિપોર્ટ આવ્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને હાલ પણ દાહોદ જિલ્લામાં આવી તમામ પેઢીઓ ઉપર ટેસ્ટીંગ કામગીરી યથાવત્‌ ચાલી રહી છે.

——————————

error: Content is protected !!