Friday, 29/03/2024
Dark Mode

દાહોદમાં કોરોના સંક્રમિત થયેલા 14 માંથી કુરેશી પરિવારના બે બાળકો સહીત 7 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ:કુલ 7 કોરોના પોઝીટીવ લોકો હાલ સારવાર હેઠળ

દાહોદમાં કોરોના સંક્રમિત થયેલા 14 માંથી કુરેશી પરિવારના બે બાળકો સહીત 7 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ:કુલ 7 કોરોના પોઝીટીવ લોકો હાલ સારવાર હેઠળ

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૪

દાહોદમાં કોરોના પોઝીટીવના કુલ 14 એક્ટીવ કેસો પૈકી આજે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાંથી ૭ કોરોના દર્દીઓને સરકારની ગાઇડલાઇન મુજબ રજા આપી દેવાઈ છે.ત્યારે હાલ કુલ 7 કોરોના પોઝીટીવના કેસો સારવાર હેઠળ હોવાની સત્તાવાર મળતી માહિતી પ્રમાણે દાહોદ આગામી સમયમાં દાહોદ જિલ્લો કોરોના મુક્ત થવાની આશા જીવંત બની છે.

દાહોદ શહેરમાં કેટલાક દિવસો પુર્વે એક પછી એક કોરોના દર્દીઓ વધતા દાહોદ શહેરવાસીઓ સહિત જિલ્લાવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.પરિસ્થતીને ગંભીરતાથી લઈ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સમેત વહીવટી તંત્ર દિવસ રાત એક કરી કોરોના સંક્રમણને અટકાવવા પ્રયાસો કરી રહી હતી. આરોગ્ય કર્મચારીઓને સરાહનીય કામગીરીની દાહોદવાસીઓ બિરદાવી છે. સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે આજે 14 પૈકી 7 દર્દીઓને કોઈ લક્ષણ ના દેખાતા સરકારની ગાઈડલાઈન મુજબ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે જેમાં રેશમા કુરેશી (ઉ.વ.૩૭), અક્સા કુરેશી (ઉ.વ.૧૨), નાઝીયા વસીમ કુરેશી (ઉ.વ.૩૦), એગઝાદ વસીમ કુરેશી (ઉ.વ.૮), દૈમ વસીમ કુરેશી (ઉ.વ.૧૦), સરફરાજ કુરેશી (ઉ.વ.૪૪) અને વસીમ કુરેશી (ઉ.વ.૩૭) આ સાત દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવશે. તેમજ કસ્બાના પઠાણ પરિવારના 4,નેલસુરની ગીતાબેન, કસ્બાના અતાઉદ્દીન, તેમજ સુજાઉદ્દીન મળી કુલ 7 લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આગામી સમયમાં દાહોદ કોરોના મુક્ત થવાની આશા જીવંત બની છે ત્યારે હવે સૌ કોઈની નજર બાકીના દર્દીઓ પર રહેવા પામી છે.

આમ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દાહોદમાં કુલ 20 કેસ નોંધાયા હતા. જેમાં એક અમદાવાદ તેમજ એક વડોદરા સ્થાયી થયા હતા પરંતુ આધાર કાર્ડ દાહોદનું હોવાથી તેઓની ગણતરી દાહોદમાં કરવામાં આવી હતી બાકીના 18 કેસોમાંથી અગાઉ 4 લોકો કોરોનામુક્ત થયાં હતા. તે બાદ કુલ 14 પૈકી કુરેશી પરિવારના બે બાળકો સહીત 7 લોકોને હોસ્પિટલમાંથી રજા મળતા હવે કુલ 7 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે.

error: Content is protected !!