ઝાલોદ પંથકમાં હોળી ધૂળેટીના તહેવારોને લઇ પોલીસતંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ..

Editor Dahod Live
1 Min Read

રિપોર્ટર- દક્ષેશ ચૌહાણ.ઝાલોદ

ઝાલોદ પંથકમાં હોળી ધૂળેટીના તહેવારોને લઇ પોલીસતંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ..

દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી આવનાર હોળી ધુળેટી તહેવાર આવતો હોય જે અનુસંધાને ઝાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ અને બારીયા સાહેબ દ્વારા ઝાલોદ નાં નગરજનો અને ગામજનો સાથે શાંતી સમિતિની બેઠક યોજાઈ હતી

ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતાં જેમાં ઝાલોદ શહેરના આગેવાનો અને ગામજનો અને કાર્યકરો સાથે બેઠક યોજી જેમાં આગામી આવનાર હોળી ધુળેટી તહેવાર આવતો હોય જે અનુસંધાને ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક લઇ ઝાલોદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરવામાં આવી જેમાં ઉપસ્થિત પોલીસ અધિકારીશ્રીઓ તથા ઝાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ. એસ.એન. બારીયા સાહેબ તથા ઝાલોદ શહેરના આગેવાનો અને કાર્યકર્તાઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article