ઝાલોદ તાલુકાના લાખરવાડી ગામે દીવાલમાં કાણું પાડવાની બાબતે 4 ઈસમોએ દંપતી પર કર્યો હુમલો..

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

ઝાલોદ તાલુકાના લાખરવાડી ગામે દીવાલમાં કાણું પાડવાની બાબતે 4 ઈસમોએ દંપતી પર કર્યો હુમલો..

ઝાલોદ તા.04

ઝાલોદ તાલુકાના લાખરવાડી ગામે દીવાલમાં કાણુ પાડવાની બાબતે લઘુમતી કોમના ચાર ઈસમોએ તેમના જ કોમના એક દંપતીને લાકડીઓના ફટકા મારી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના લખારવાડી ગામના જેબુલબેન અબ્દુલવહાબ અબ્દુલગફાર લીલગરે પોતાના મકાનમાં લાઈટનું મીટર બહાર કાઢવા માટે વીજ કર્મચારીઓને બોલાવી વાયર બહાર કાઢવા માટે દીવારમાં કાણું પાડ્યું હતું.તે સમયે તેમના જ પરિવારના અબ્દુલ રહીમ અબ્દુલ ગફાર જાકરીબેન અબ્દુલ રહીમ સલમાબેન અબ્દુલ રહીમ ભુરીબેન જાકીરભાઈ નાઓનાએ વીજ કંપનીના કર્મચારીઓને ગાળો આપી ભગાડી દીધા હતા.અને જેબુલબેન તથા તેમના પતી અબ્દુલ વહાબ અબ્દુલ ગફાર ને અબ્દુલ રહીમ અબ્દુલ ગફારે લાકડાના ફટકા મારી ગદડા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી જતા રહ્યા હતા.

ઉપરોક્ત બનાવ સંદર્ભે લખારવાડી ગામના જેબુલ બેન અબ્દુલ વહાબ અબ્દુલ ગફાર એ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઝાલોદ પોલીસે ઉપરોક્ત ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article