Thursday, 28/03/2024
Dark Mode

બંધારણ ગાૈરવ દિને દલિતોની દુહાઇ દેનારા આજે ન દેખાયા:દાહોદના કોંગેસીઓ મહાનિર્વાણ દિને જ ડો.બાબાસાહેબને વિસરી જતાં આશ્ચર્ય…

December 6, 2021
        1828
બંધારણ ગાૈરવ દિને દલિતોની દુહાઇ દેનારા આજે ન દેખાયા:દાહોદના કોંગેસીઓ મહાનિર્વાણ દિને જ ડો.બાબાસાહેબને વિસરી જતાં આશ્ચર્ય…

જીગ્નેશ બારીયા દાહોદ

બંધારણ ગાૈરવ દિને દલિતોની દુહાઇ દેનારા આજે ન દેખાયા:દાહોદના કોંગેસીઓ મહાનિર્વાણ દિને જ ડો.બાબાસાહેબને વિસરી જતાં આશ્ચર્ય

શહેર ભાજપાના નેતાઓ,કાર્યકરોએ ડો.આંબેડકર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી

દાહોદ તા.06

 

દાહોદમાં ભારતીય જનતા પક્ષ દ્રારા બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબને નિર્વાણદિને શ્રધ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા.જ્યારે સંવિધાન ગૌરવ દિન નિમિત્તે ભાજપની સરકાર પર દલિતોના વિષયે ગંભીર આક્ષેપો કરનારી કોંગ્રેસ આજે વિસ્વ પ્રસિધ્ધ વિભુતિને વિસરી જતાં રાજકીય ક્ષેત્રે તેમજ દલિત સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

આઝાદ ભારતના બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને તારીખ 6 ડિસેમ્બરના રોજ ભારતીય જનતા પક્ષના નેતાઓ અને કાર્યકરો દ્રારા દાહોદ તાલુકા પંચાયત પાસે ડો.આંબે઼કર ચોકમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ,પાલિકા પ્રમુખ,શહેેર ભાજપ પ્રમુખ,મહામંત્રી,માજી પાલિકા પ્રમુખ,અનુ.જાતિ મોર્ચાના કાર્યકરો,નગર સેવકો તેમજ ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બીજી તરફ કોંગ્રેસના એકેય નેતા કે કાર્યકરને આજે ડો.બાબા સાહેબ સંભાર્યા ન હતા.જેથી તેની ગંભીર ચર્ચા ઉભી થઇ હતી.કારણ કે તારીખ 26 નવેમ્બરના રોજ સંવિધાન ગાૈરવ દિને કોંગ્રેસના નેતાઓએ ભાજપની સરકારો પર અતિ ગંભીર આક્ષેપો જાહોોરમાં લગાવ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં આરંભ કરેલા સંવિધાન ગાૈરવ દિન વિશે પણ સવાલો ઉભા કર્યા હતા.એક તરફ કોંગ્રેસના નેતાઓ સંવિધાન ગાૈરવ દિને ડો.બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પવા આવ્યા હતા અને તે જ દિવસની ઉજવણી વિશે પ્રશ્નાર્થ કરતા રાજકીય રીતે પણ વિસંગતતા ઉભી થઇ હતી.બીજી તરફ એ જ ડો.બાબાસાહેબનો જ નિર્વાણ દિન હતો ત્યારે તેમને પુષ્પાંજલિ આપવા માટે કોંગ્રેસના એક પણ નેતા દિવસભર ન દેખાતા સ્વાભાવિક રીતે જ રાજકીય ચર્ચા ઉભી થઇ હતી.દર વર્ષે તમામ રાજકીય પક્ષો વારા ફરતી આવા કાર્યક્રમોમા ભેગા થઇ જતા હોય છે પણ આજે કોઇ કોંગ્રેસી દેેખા ન દેતાં દલિતોના ઉત્થાન અને ઉધ્ધારની દુહાઇ દેનારા કોંગ્રેસીઓની પોલ ખુલી ગઇ હોવાનુ ઉપસ્થિતોમાં ચર્ચાતુ હતુ.કેટલાકે સંવિધાન દિવસના કોંગ્રેસના કાર્યક્રમને પણ યાદ કરી તેઓ ડો.બાબાસાહેબ અને વિશ્વના મહાન બંધારણ વિશે કેટલા જાગૃત છે તેની ટીપ્પણી કરતા પણ સાંભળવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!