
બાબુ સોલંકી :- સુખસર/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત બચાવો ખેતી બચાવો અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
વિવિધ સૂત્ર ચારો કરી ભાજપ સરકાર વિરોધ વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું.
સુખસર ,તા.05
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટી ફતેપુરા તાલુકા કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવેલ હતું જેમાં દાહોદના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રઘુભાઈ મછાર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ઘનશ્યામભાઈ મછાર દાહોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિકુંજભાઈ મૈડા દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મયુદ્દીન ભાઈ કાજી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં
કોંગ્રેસના કાર્યકર્તાઓ તાલુકા જિલ્લા ના હોદ્દેદારો હાજર રહ્યા હતા ફતેપુરા મુકામે ખેડૂત બચાવો ખેતી બચાવો અભિયાન હેઠળ યોજાયેલ ભાજપ સરકારના વિરોધમા વિવિધ સુત્રો પુકાડી જેવા કે એ નિકકમી સરકાર નહીં ચલેગી નહીં ચલેગી. સરકાર હમ સે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ. ખેડૂત બચાવો ખેતી બચાવો. હાય રે ભાજપ હાય હાય . કાળા કાયદા રદ કરો રદ કરો. જેવા વિવિધ સુત્રો ચારો કરી ભાજપ સરકાર વિરુદ્ધ પેટ્રોલ પમ્પ આગળ વિરોધ પ્રદર્શન યોજેલ હતું ઉપસ્થિત મહાનુભાવો પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરેલ હતું કોઈપણ પ્રકારનીઅ ધટિટ ઘટના ના ઘટે એ માટે ફતેપુરા પી.એસ.આઇ સી બી બરંડા અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.