
બાબુ સોલંકી :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના 42 જેટલાં યોગ ટ્રેનરોને ધારાસભ્યના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા.
તાલુકાના 130 યોગ ટ્રેનરો પૈકી ઓનલાઇન તાલીમમાં જોડાયેલા 42 ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
ફતેપુરા તાલુકાના યોગ કોચ ધુળાભાઈ પારગી એ દ્વારા યોગ ટ્રેનરો ને એક માસની કૃષિ શાળા સુખસર ખાતે તાલીમ આપવામાં આવે છે.
( પ્રતિનિધિ ) સુખસર,તા.2
ફતેપુરા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા 130 યોગ ટ્રેનરોને એક માસની દરરોજ 2 કલાક એક માસની તાલીમ આપવામાં આવી. ત્યારબાદ દિન 7 ની ઓનલાઇન તાલીમ આપવામાં આવી.જેમાં ફતેપુરા તાલુકામાંથી જુદા-જુદા ગામના 42 ટ્રેનરો ઓનલાઇન તાલીમ માં જોડાયા હતા.આ તમામ યોગ ટ્રેનર પોતાના ગામમાં,ફળિયામાં ભાઈ- બહેનોને દરરોજ નિશુલ્ક એક કલાક યોગ કરાવવામાં આવી રહ્યા છે.તેની જાણકારી આપે છે.અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે.આવા સેવાભાવી યોગ ટ્રેનર અને તારીખ 2/8/2021 સોમવારના રોજ આઇ.ટી.આઈ મિટિંગ હોલ ખાતે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરીને 42 યોગ ટ્રેનરોને 129, મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા,યુવા પ્રમુખ યોગ કોચ ધુળાભાઈ પારગી અને ભીતોડી પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ કટારાના ઓના હસ્તે યોગ ટ્રેનર અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.સાથે ધારાસભ્ય દ્વારા યોગને ફતેપુરા તાલુકાના ગામે-ગામ,ફળિયે ફળિયે, ઘર-ઘર સુધી યોગ પહોંચાડવાનું યોગ ટ્રેનર દ્વારા આહ્વાન કર્યું હતું.યોગ કોચ પારગી દ્વારા સમાજ દ્વારા યોગના ફાયદા,ટ્રેનરોની ફરજો અને કામગીરી પર ભાર મૂક્યો.સાથે આ કામગીરી ફતેપુરા તાલુકામાં તમામ જગ્યાએ કરવા સૂચન કર્યું હતું.જેને સૌ સાધકો એ શિરોમાન્ય રાખીને પોતાની ફરજ નિષ્ઠા અને ખંતથી આ કાર્ય કરવાની તૈયારી બતાવી હતી.