
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ: છાત્રાલયો તેમજ આશ્રમ શાળાઓના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા કેબિનેટ મંત્રીને રજૂઆત કરાઈ
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને લેખિત રજુઆત કરી છાત્રાલયો અને આશ્રમશાળાઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજુઆત કરી હતી.
#paid pramotion
Contact us :- sunrise public school
દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા લેખિત રજુઆતમાં જણાવ્યાં અનુસાર, છાત્રાલયના કર્મચારીઓની નિમણુંક ગુજરાત સરકારના શિક્ષણ મજુર વિભાગના ઠરાવ મુજબ નિયમોનુસાર કરવામાં આવે, સરકારના ૧૯૬૯ના ઠરાવ પૈકી અનુસુચિ – ઝ મુજબ ગૃહપતિના ફરજ કાર્યાે અને સત્તાઓ સરકારએ નક્કી કરેલ છે તે મુજબ છાત્રાલયના કર્મચારી ૨૪ કલાક સ્થળ ફર હાજર રહી નિયમીત કામગીરી કરે છે, સરકારના લઘુત્તમ વેતન ધારા કરતાં તદ્દન ઓછુ ફિક્સ વેતન આપવામાં આવે છે. સરકારના લઘુત્તમ વેતન ધારાનો પણ અમલ કરવામાં આવતો નથી, ગ્રાન્ટ ઈન એઈડ કોડમાં ફરજ બજાવતાં સરકારના તમામ વિભાગના કર્મચારીઓને સરકાર રનિંગ પે સ્કેલ તથા સન્માનજનક ફિક્સ વેતન આપે છે તા છાત્રાલયના કર્મચારીઓને પણ તે પ્રમાણે વેતન મળે તેમ કરવા વિનંતી કરવામાં આવી હતી. આશ્રમશાળા અને છાત્રાલયના ૭૦ વર્ષ જુના જર્જરીત મકાનો રિપેરીંગ તથા નવા બાંધકામ કરવા સરકાર ગ્રાન્ટ ફાળે, આશ્રમશાળાઓના ઢાંચામાં પ્રથમ અને બીજા યુનિટના મકાનો સિવાય વિદ્યાર્થીઓ માટે અલગ વર્ગખંડની વ્યવસ્થા નથી. આશ્રમશાળાની મુલાકાતે આળતાં અધિકારીઓ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડોની માંગણી કરે છે તો વર્ગખંડો માટે સરકાર ગ્રાન્ટની ફાળવણી કરે તે માટે ઘટતું કરવા વિનંતી કરવામાં આવી છે. સંચાલક મંડળ સંચાલિત આશ્રમશાળાઓમાં એકજ યુનિટના મકાનો માટે સરકાર તરફથી ગ્રાન્ટ મળેલ છે. સંખ્યાના હિસાબે બે યુૂનિટના મકાનો હોવા જાેઈએ, બીજા યુનિટના મકાન માટે ગ્રાન્ટ નથી તેથી ધોરણ ૧ – ૮ ના બાળકો માટે રહેઠાણની સમસ્યા સર્જાઈ છે તો ઉંડાણના વિસ્તારમાં આવેલ આદિવાસી બાળકો માટેની આશ્રમશાળાઓને બીજા યુનિટના મકાનો બાંધવા ગ્રાન્ટની ફાળવણી કરે તે માટે વિનંતી કરવામાં આવી હતી. શૈક્ષણિક ખાલી જગ્યાઓ ભરવા માટે પુર્વ મંજુરી આપવા અને આ અંગેના વિધિસર હુકમો કરકવા, પ્રવાસી શિક્ષકો કાર્ય પુરતાં રોકવામાં આવે છે જે ૧૧ થી ૫ ફરજ બજાવે છે અને રાત્રી રોકાણ ન કરે, ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી માટે સમીતી બનાવીને ચોથા વર્ગના કર્મચારીઓ જેવા કે, રસોયા, રસોયા નોકર, ચોકીદાર, કમાઠી કે, પટ્ટાવાળા અને કારકુનની ભરતી કરવા સહિતના અનેક પ્રશ્નોની આજરોજ ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી.