Friday, 14/03/2025
Dark Mode

ફતેપુરા તાલુકામાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિધવા,વિકલાંગ,ની:સહાય પરિવારને રાસન કીટનું વિતરણ કરાયું.

June 28, 2021
        873
ફતેપુરા તાલુકામાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિધવા,વિકલાંગ,ની:સહાય પરિવારને રાસન કીટનું વિતરણ કરાયું.

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકામાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિધવા,વિકલાંગ,ની:સહાય પરિવારને રાસન કીટનું વિતરણ કરાયું.

 વાગ્ધારા સંસ્થા વાંસવાડા દ્વારા ફતેપુરા તાલુકાના ૩૦ ગામડાઓ ના ગરીબ પરિવારોને વિવિધ તબક્કે કીટ સહાય રૂપે સેવાયજ્ઞ.

   હાલ ફતેપુરા તાલુકામાં એક સો જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

  ( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૮

ફતેપુરા તાલુકામાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિધવા,વિકલાંગ,ની:સહાય પરિવારને રાસન કીટનું વિતરણ કરાયું.

ફતેપુરા તાલુકામાં રાજસ્થાન બાસવાડાની વાગ્ધારા સંસ્થા દ્વારા તાલુકાના ૩૦ જેટલા ગામડાઓમાં વિવિધ તબક્કે ગરીબ પરિવારોને સહાય રૂપ તથા રાસન કીટનું વિતરણ કરી અનોખો સેવાયજ્ઞ ચલાવી રહેલ હોવાનું જાણવા મળે છે.તેવી જ રીતે આજરોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે વાગ્ધારા સંસ્થા દ્વારા સુખસર સહિત ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિધવા,વિકલાંગ અને નિઃસહાય લોકોને શાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 

ફતેપુરા તાલુકામાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિધવા,વિકલાંગ,ની:સહાય પરિવારને રાસન કીટનું વિતરણ કરાયું.

#paid pramotion

Contact us :- sunrise public school 

 જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આજરોજ બાસવાડા રાજસ્થાનની વાગ્ધારા સંસ્થા દ્વારા ગરીબ પરિવારની વિધવાબેનો,વિકલાંગો ની: સહાય લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં બે કિલો ચણાદાળ,બે કિલો મોરસ,૨૫૦ ગ્રામ મરચું,૨૫૦ ગ્રામ હળદર,૨૫૦ગ્રામ ચા, ૧ કિલો ગોળ,૨ કિલો ખાદ્ય તેલ,પાંચ કિલો ચોખા,નાહવાના સાબુ નંગ-૨, તથા મીઠું એક કિલોની કીટ વિતરણ કરવામાં આવી હતી.તેમજ પટીસરા, માધવા,ડબલારા જેમાં ગામડાઓમાં એકસો જેટલા નિ:સહાય લોકોને આ કીટનું વિતરણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. હાલ વાગ્ધારા સંસ્થા દ્વારા ફતેપુરા તાલુકાના ૩૦ જેટલા ગામડાઓમાં વિવિધ સહાય આપવામાં આવે છે. ત્યારે આવનાર સમયમાં નિઃસહાય લોકોને સહાય આપવા વધારે ગામડાઓનો સમાવેશ કરવામાં આવનાર હોવાનું પણ સંસ્થાના અધ્યક્ષ ગિરીશભાઈ પટેલ દ્વારા જાણવા મળે છે.

      વધુમાં જાણવા મળતી માહિતી મુજબ વાગ્ધારા સંસ્થા બાસવાડા દ્વારા વિકલાંગ,નિરાધાર તથા વિધવા મહિલાઓને સરકાર દ્વારા મળતા લાભોથી માહિતગાર કરી તેઓને મળવા પાત્ર સરકારી લાભો મેળવી પરિવાર ની મુશ્કેલી ઓછી થાય અને સુખેથી રહે તે બાબતે કામગીરી કરી રહેલ હોવાનું જાણવા મળે છે.

      આજરોજ શરૂ કરવામાં આવેલ કીટ વિતરણમાં પટીસરા ૧૧, વાસીયાકુઈ ૪,વાઘવડલા ૯,માધવા ૫, ફતેગડી ૫,ભીચોર ૫,ટાઢીગોળી ૨, ભીતોડી ૫,નાની ઢઢેલી ૪,ડબલારા ૪,મોટીઢઢેલી ૫,મોટી બારા ૫, મોટાનટવા ૫,નાનાબોરીદા ૫,મોટા બોરીદા ૧૧,હડમત ૫,રાવળના વરુણા ૧, ઘાણીખુટ ૩, કુંડલા ૧,તથા વાંકાનેરમાં ૫,કીટનું વિતરણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આમ હાલમાં સો જેટલી કીટ ના લાભાર્થીઓ ની યાદી તૈયાર થયેલ છે જેમાં વધુ લાભાર્થીઓને લાભ મળે તે માટે સંસ્થા દ્વારા આગળ ની કાર્યવાહી ચાલુ હોવાનું પણ જાણવા મળે છે.

      આજરોજ સુખસર ખાતે ૩૫ જેટલા નિઃસહાય લોકોને રાશન કીટ ફાળવવામાં આવી હતી.તેમાં આસપાસના ગામડાઓના વિધવા બહેનો,વિકલાંગ ભાઈ-બહેનો તથા નિરાધાર બાળકોને આ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં વાગ્ધારા સંસ્થાના અધ્યક્ષ ગિરીશભાઈ પટેલ,સંસ્થાના કાર્યકર્તાઓમાં રમેશભાઈ કટારા, સરસ્વતીબેન પારગી,સૂર્યાબેન બારીયા તથા નાનીઢઢેલી બેઠકના તાલુકા સભ્ય વિકલાભાઇ ડામોર સહિત લાભાર્થીઓ હાજર હતા.

  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!