
જીગ્નેશ બારીયા :- દાહોદ
પ્રેમી સાથે ભાગેલી યુવતી સગીરા હોવાનો દાવો કરતા યુવતીના પિતા ફસાયા :પોલીસ નિશાળે પહોંચતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું
યુવતીના પિતાએ શાળા શાળા છોડયાના પ્રમાણપત્રમાં ચેડાં કરી પ્રકરણ ઊભું કર્યું,
દાહોદ તા.૨૧
ફતેપુરા તાલુકાના સુખસર નગરમાં એક ઈસમે પોતાની દિકરીના શાળા છોડ્યાના પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલમાં ખોટી જન્મ તારીખનો સુધારો કરી પોલીસને ગેરમાર્ગે દોરતાં આ સંબંધે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફતેપુરા તાલુકાના મારગાળા ગામે રહેતા હિંમતભાઈ કમલાભાઈ ભાભોરે સુખસર પોલીસ મથકે નોંધાયેલ પોસ્કો એક્ટના ગુન્હામાં હિંમતભાઈ ફરીયાદી બની પોતાની દિકરીના પ્રાથમીક શાળાના ધોરણ ૦૫ પાસ કર્યાં પછીના નિશાળ છોડ્યા બાબતના અસર દાખલાની ઝેરોક્ષ નકલ કરી ઝેરો નકલમાં પોતે પોતાની દીકરીની સાચી જન્મ તારીખ 09.03.2003 જાણતો હોવા છતાં તેણે ઝેરોક્ષ નકલમાં જન્મ તારીખ 09.07.2003 મુજબનો સુધારો કરી ગુન્હાની ફરિયાદ કરતી વખતે સુધારો કર્યાે હતો અને તે ઝેરોક્ષ નકલ પોલીસ સમક્ષ રજુ કરી હતી. આ ઝેરોક્ષ નકલમાં જન્મ તારીખમાં આ ગોટાળા હોવાનું પોલીસને સામે આવતાં સુખસ પોલીસે હિંમતભાઈ કમલાભાઈ ભાભોર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————-