Sunday, 28/11/2021
Dark Mode

દાહોદ જિલ્લામાં સગીરાઓ સહીત પુખ્ત વયની કન્યાઓના ચિંતાજનક રીતે વધતા જતા અપહરણ બનાવો:અપહરણનો ભોગ બનાવાતી સગીરાઓને અણસમજનો ગેરલાભ અને પુખ્ત વયની કન્યાને બ્રેઇનવોશ કરી અપહરણનો ભોગ બનાવતા અસામાજિક તત્વો સામે કાયદાકીય અને સામાજિક રીતે કડક કાર્યવાહી કરવા માંગ

દાહોદ જિલ્લામાં સગીરાઓ સહીત પુખ્ત વયની કન્યાઓના ચિંતાજનક રીતે વધતા જતા અપહરણ બનાવો:અપહરણનો ભોગ બનાવાતી સગીરાઓને અણસમજનો ગેરલાભ અને પુખ્ત વયની કન્યાને બ્રેઇનવોશ કરી અપહરણનો ભોગ બનાવતા અસામાજિક તત્વો સામે કાયદાકીય અને સામાજિક રીતે કડક કાર્યવાહી કરવા માંગ

બાબુ સોલંકી :- સુખસર 

  • દાહોદ જિલ્લામાં સગીરાઓ સહીત પુખ્ત વયની કન્યાઓના ચિંતાજનક રીતે વધતા જતા અપહરણ બનાવો.
  •  અપહરણનો ભોગ બનાવાતી સગીરાઓને અણસમજનો ગેરલાભ અને પુખ્ત વયની કન્યાને બ્રેઇનવોશ કરી અપહરણનો ભોગ બનાવતા અસામાજિક તત્વો સામે કાયદાકીય અને સામાજિક રીતે કડક કાર્યવાહી કરવા માંગ.
  •  મોટાભાગના અપહરણકારો પરિવાર અને સમાજથી તિરસ્કૃત થયેલા હોય છે.

 સુખસર,તા.૧૯

 હાલના સમયમાં દાહોદ જિલ્લાના તાલુકાઓમાંથી સગીર વયની કિશોરીઓ તથા પુખ્ત વયની કન્યાઓના વધતા જતા અપહરણના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અપહરણના બનાવો ઉપર અંકુશ લાવવા કાયદાકીય રીતે અપહરણકાર સહિત તેમાં મદદગારી કરનાર તત્વો સામે કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરી સગીરાઓ અને પુખ્ત ઉંમરની કન્યાઓનો ઉઠાવાતો ગેરલાભ અટકાવવા સમગ્ર સમાજ દ્વારા અપહરણકાર તથા તેના મદદગારો સામે સમાજમાં દાખલો બેસી શકે તેવી શિક્ષા મળે તેના માટે કાયદાનો સહારો લઇ જાગૃતિ બતાવવાની જરૂરત છે.

     દિન-પ્રતિદિન દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માંથી સગીરાઓ,પુખ્ત ઉંમરની કન્યાઓ સહીત મહિલાઓના અપહરણ અને કેટલાક કિસ્સાઓમાં બળાત્કારના બનાવો બનતા હોવાનું પ્રકાશમાં આવે છે.જેમાં કેટલાક કિસ્સાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચતાંજ નથી.અને જે કિસ્સાઓ બહાર આવે છે તેમાં અપહરણ કે બળાત્કારનો ભોગ બનેલ પીડિતાના પરિવારને શામ,દામ,દંડ અને ભેદની નીતિ અપનાવી વચેટીયાઓ દ્વારા સમાધાન કરાવી લેવાતું હોય ગુનેગારોને મોકળું મેદાન મળી રહેતા આવા કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થતો જઈ રહ્યો છે.

   અહીંયા નોંધનિય બાબત છે કે, જે સગીરાઓના અપહરણ થાય છે,તેમાં અપહરણકારો દ્વારા લલચાવી પટાવી-ફોસલાવી તેમની અણસમજ નો ગેરલાભ ઉઠાવી,જ્યારે જે પુખ્ત વયની કન્યાઓના અપહરણ થાય છે કેટલા કિસ્સાઓને બાદ કરતા મોટાભાગના કિસ્સાઓમાં કન્યાને અપહરણકાર તથા તેના મદદગારો દ્વારા બ્રેઇનવોશ કરી તેમજ લોભ-લાલચ આપી તેમનું અપહરણ કરવામાં આવતું હોય છે અને આવી કન્યાઓને કન્યાના પરિવાર વિરુદ્ધ માનસિક રીતે ગેરમાર્ગે દોરી અપહરણ કરી જતા હોય છે. સમાજવિરોધી પગલું ભરી લગ્ન કરી લેતા કેટલાક કિસ્સાઓને બાદ કરતા મોટા ભાગે આવા ભાગેડુ યુગલનો અધવચ્ચે જતા ઘર સંસાર તૂટવાના અનેક કિસ્સાઓપણ જોવા અને જાણવા મળે છે.

      મોટાભાગના અપહરણના બનતા બનાવોમાં પરિવારથી વિમુખ જઇ જે છોકરો,છોકરીને બ્રેઇનવોશ કરી છોકરીના માનસપટ ઉપર છોકરીના પરિવાર સામે ગેરસમજ ઊભી કરી તેનો ગેરલાભ ઉઠાવી અપહરણ કરી જતા હોય છે. જે પૈકી કેટલાક છોકરાઓ મોટાભાગે પરિવાર અને સમાજ દ્વારા તિરસ્કૃત થયેલા હોય છે. તેમજ સમાજમાં તેમની કોઈ ગણતરી ના હોય તેમજ તેવા લોકોના ઘરમાં કોઈ કન્યા આપવા તૈયાર ન હોય તેવા લોકો મોટાભાગે છોકરીઓને લલચાવી-ફોસલાવી, હથેળીમાં ચાંદ બતાવી અપહરણ કરી જતા હોય છે. અને આવા કિસ્સાઓમાં મુખ્યત્વે અપહરણમાં અપહરણકારને પીઠબળ પૂરું પાડી મદદગારી કરનાર મદદગારોનો મુખ્ય ફાળો હોય છે.અને તેવા મદદગારો કાયદાની ચુંગાલ માંથી ક્યારેય છૂટવાના પણ જોઈએ નહીં. અને સમાજે પણ આવા અસામાજિક તત્વોનો બહિષ્કાર કરવો જોઈએ.

error: Content is protected !!