Saturday, 27/11/2021
Dark Mode

દાહોદના મુક્તિધામમાં એક જ દિવસમાં એક દફનવિધિ સહીત કુલ 24 લોકોના કોવીડની ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા…

દાહોદના મુક્તિધામમાં એક જ દિવસમાં એક દફનવિધિ સહીત કુલ 24 લોકોના કોવીડની ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા…
 રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ 
  • દાહોદમાં આજે કુલ 34 લોકોના મૃત્યુ થતાં તેઓના અંતિમ સંસ્કાર કરાયાં:જેમાં એક મુસ્લિમ તેમજ બે વ્હોરા કોમ્યુનિટીના વ્યક્તિઓનો સમાવેશ 
  •  દાહોદના મુક્તિધામમાં આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 31 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
  • દાહોદના મુક્તિધામમાં કુલ 23 લોકોના કોવીડની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયા
  •  મુસ્લિમ સમાજમાં પણ એક વ્યક્તિનો મોત થતાં તેનું પણ દાહોદના કબ્રસ્તાનમાં કોવીડની ગાઈડલાઈન મુજબ દફનવિધિ કરાઈ
  • વ્હોરા કોમ્યુનિટીમાં પણ બે લોકોના મોત થતાં તેઓની દફનવિધિ કરવામાં આવી છે 
  •  સરકારી આંકડાઓમાં માત્ર છ લોકોના મોત દર્શાવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયાં 

દાહોદ તા.18

દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસો ચરમસીમાએ પહોંચ્યા છે. જેને દાહોદ શહેર સહીત જિલ્લામાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.અને તેમાંય મૃતકોના આંકડાઓ પણ વધતા જોવા મળતા ચોંકાવનારા આંકડાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે આજે જાણવા મળ્યા પ્રમાણે દાહોદ શહેરના હિન્દુ મુક્તિધામ ખાતે 31 લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જે પૈકી ૨૩ લાશોના કોવીડની ગાઈડ લાઈન મુજબ  અંતિમવિધિ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે બીજી તરફ આરોગ્યતંત્ર દ્વારા સત્તાવાર આંકડામાં આજે છ મૃતકોની સંખ્યા દર્શાવાય છે.જે ખરેખર તપાસનો વિષય બની જવા પામેલ છે. જ્યારે ઝાલોદના એક વ્યક્તિની દાહોદના કબ્રસ્તાનમાં કોવીડની ગાઈડલાઈન મુજબ દફનવિધિ કરવામાં આવી હતી. તેમજ વોરા કમ્યુનિટીમાં પણ બે વ્યક્તિઓના મોત થતા તેઓને આજરોજ દફનવિધિ કરવામાં આવી હતી.

દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન વકરી રહ્યો છે. દાહોદની સરકારી હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટયો છે. કોરોનાના દર્દીઓને સ્વજનો દ્વારા આ દવાખાનેથી પેલા દવાખાને લઈ જતા પણ નજરે પડી રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક હોવાનું પણ તજજ્ઞો દ્વારા કહેવાયું છે.ત્યારે આજે દાહોદ જિલ્લામાં 49 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને તેમાંય છ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સત્તાવાર આંકડા પ્રમાણે જાણવા મળ્યું છે.ત્યારે મળતી માહિતી પ્રમાણે દાહોદના હિન્દુ સ્મશાન ગૃહ ખાતે આજે એક જ દિવસમાં 31 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે પૈકી 22 થી 23 કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિઓના અંતિમ સંસ્કાર સંપૂર્ણ કોરોના ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવ્યા હતા.

દાહોદમાં લઘુમતી સમાજના એક તેમજ વ્હોરા કોમ્યુનિટીના બે વ્યક્તિઓ મળી કુલ ત્રણ લોકોની દફનવિધિ કરાઈ 

આજરોજ રવિવારના દિવસે દાહોદના મુક્તિધામમાં ૩૧ લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે પૈકી 23 લાશોના કોવીડની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા .જોકે ઝાલોદના એક લઘુમતી સમાજના એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં કોવીડની ગાઇડલાઇન મુજબ દાહોદના કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. જયારે આજે વ્હોરા સમાજમાં પણ આજરોજ બે વ્યક્તિઓના મોત થતાં તેઓની પણ દફનવિધિ કરવામાં આવી હતી.

error: Content is protected !!