
બાબુ સોલંકી :- ફતેપુરા
સુખસર વિસ્તારના દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતને નોટિસ.
પંચાયત ધારા-1993 કલમ ૫ અન્વયે દબાણ દૂર કરવાની સત્તા ગ્રામ પંચાયતની: ટીડીઓ
પૈસાદાર અને વગ ધરાવતા ઈસમોએ રહેણાંક મકાન ના ખોટા પુરાવા ઊભા કરી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે.
(પ્રતિનિધિ) સુખસર,તા.૧૯
ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીનો અને ધાર્મિક સ્થળો માટે ફાળવાયેલી જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે.અને પૈસાદાર અને વગ ધરાવતા ઈસમો દ્વારા રહેણાક મકાનના ખોટા પુરાવાઓ ઊભા કરી જિલ્લા વહીવટી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે.જેથી તાલુકા વિકાસ અધિકારીએ સુખસર ગ્રામ પંચાયતને તાત્કાલિક સરકારી જમીન પરના દબાણો દૂર કરી અહેવાલ રજૂ કરવા નોટિસ આપી હતી.
#Paid pramotion
Contact us :- sunrise public school
ફતેપુરા તાલુકાના સુખસરમાં ગૌચર જમીન સરકારી પડતર જમીન ખરાબાની જમીન તેમજ ધાર્મિક સ્થળો માટે ફાળવાયેલી જમીન પર કેટલાક પૈસાદાર અને વગ ધરાવતા ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી દેવાયા છે.જેમાં આ દબાણકર્તાઓ દ્વારા વેપાર-ધંધા માટે દબાણો કર્યા છે. અને રહેણાંક મકાનો છે.તેવા ખોટા પુરાવા ઊભા કરેલા છે.જ્યારે આ દબાણકર્તાઓ પાસે સુખસર નગર સહિત ઝાલોદ દાહોદમાં પણ વૈભવી મકાનો આવેલા છે.જેઓ ખોટા પુરાવા ઊભા કરી વહીવટી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે.અને ધાર્મિક સ્થળ માટે ફાળવાયેલી જમીન અને સરકારી જમીન હડપ કરવાની કોશિશ કરી રહેલ છે.જે બાબતે તાલુકા અને જિલ્લાઓમાં રજૂઆત થતાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયત ધારો ૧૯૯૩ની કલમ ૫ અન્વયે દબાણ હટાવવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોવાનું જણાવ્યું દબાણો દૂર કરી અહેવાલ રજૂ કરવા ગ્રામ પંચાયત સુખસર ને નોટિસ આપવામાં આવી હતી.
નગરમાં દબાણ હટાવવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. જે અંગે દબાણ હટાવી રિપોર્ટ કરવા નોટિસ આપી છે:- પી.એસ અમલીયાર (તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા)
સુખસર ગ્રામ પંચાયતને સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે કલમ-૧૦૫ મુજબ દબાણ હટાવવાની સત્તા ગ્રામ પંચાયતને છે. જેથી દબાણ હટાવી અહેવાલ રજૂ કરવા સુચના આપી છે.