
બાબુ સોલંકી :- સુખસર
શ્રી ગુરુગોવિંદ યુનિવર્સિટી ગોધરા દ્વારા આયોજિત દ્વિતીય પદવીદાન સમારોહ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.
સુખસર તા.12
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા આયોજિત દ્વિતીય પદવીદાન સમારોહ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં ગુજરાત રાજ્યના સિનિયર કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અધ્યક્ષ સ્થાનેથી વિદ્યાર્થીઓને તેમના ભાવિજીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને નિષ્ઠા,પ્રમાણિકતા,સખત પુરુષાર્થ દ્વારા પોતાના પરિવાર તથા સમાજને ઉપયોગી થવાની ઉમદા શીખ આપી હતી.વિવેકાનંદજીના ‘ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ના સંકલ્પને આજના વિદ્યાર્થીઓ ચરિતાર્થ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા.શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સફળ શુકાની વાઇસ ચાન્સલર પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણે યુનિવર્સિટીની ૧૭૧ કોલેજ ૧,૦૩,૦૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ દ્વારા સંસ્કાર મેળવીને, જ્ઞાન પ્રાપ્ત કરીને પરિવારને તથા સમાજને ઉપયોગી થાય તેવી શીખ આપી હતી. તેમણે જણાવેલ કે,કોરોનાની મહામારીના સમયમાં યુનિવર્સિટી દ્વારા ૧૫૦થી વધારે NET,GSET,Ph.dની પૂર્વ તૈયારી કરાવતા વેબિનારને અને તેમાં ૧૮,૦૦૦થી વધુ સહભાગીઓને તેમણે બિરદાવેલ.તો સંસ્કૃત ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૫૧ જેટલા વ્યાખ્યાનો-વેબિનાર દ્વારા રાજ્યના તથા દેશના વિવિધ વિદ્વાનોના અનુભવોનો લાભ આપવામાં આવ્યો. અને સંસ્કૃતનુ મહત્વ વધાર્યું તે માટે ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. સાંસ્કૃતિક અને સાહિત્યિક ક્વિઝ-૨૦૮ જેટલી તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની ૨૨૧ થી વધારે જનરલ નોલેજ ક્વિઝ સમગ્ર ગુજરાતમાં યુનિવર્સિટીનું નામ રોશન કરેલ છે.છ વિદ્યાશાખાના સિનિયર અધ્યાપકો દ્વારા ૨૨૦૦૦ થી વધારે વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ૩૮ ગોલ્ડ મેડલ વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયેલા હતા.તેની યાદી યુનિવર્સિટી દ્વારા આજ રોજ જાહેર કરવામાં આવી હતી.તો ગોલ્ડ મેડલના દાતાશ્રીઓનો યુનિવર્સિટીના ઇ.રજીસ્ટાર ડૉ. અનિલભાઈ સોલંકીએ આભાર માન્યો હતો. દીક્ષાંત પ્રવચન માટે સિનિયર સાયન્ટિસ ugcના તથા net ના બે વખત માજી ચેરમેન ડો.વી.એસ. ચૌહાણે વિદ્યાર્થીઓની ટેલેન્ટની સાથે સાથે જીવનમૂલ્યોનું મહત્વ સમજાવેલ તથા ઉચ્ચ આદર્શો દ્વારા જીવન જીવવાની વાત કરી હતી. તથા ડિગ્રી પ્રાપ્ત વિદ્યાર્થીઓ પોતાના ભાવિજીવનમાં આવનારા પડકારો સામે હિમંતથી પ્રાપ્ત કરેલ જ્ઞાન દ્વારા આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા.કાર્યક્રમના અંતે આસિસ્ટન્ટ રજીસ્ટાર ડો. મુકેશભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમની આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મુનપુર કોલેજના પ્રિ.ડો.મહેશભાઈ મહેતાએ કર્યું હતું. યુનિવર્સિટીના ૧૭૧ કોલેજના ૨૫૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ YouTube તથા facebook ના માધ્યમથી આ ડિગ્રી વિતરણ કાર્યક્રમને માણ્યો હતો. રાષ્ટ્રગાન અંતે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ સમગ્ર કાર્યક્રમ માટે માલવણ આર્ટ્સ કોલેજ પરિવાર, પ્રિ.ડૉ.ચિમનભાઈ પટેલ અને ડૉ.નરેશ વણઝારા યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે.આ ક્ષણે તેઓ ગુજરાતી વિષયના ગોલ્ડ મેડલના દાતા શ્રી ભગીરથભાઈ પટેલ જેઓ માલવણ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા તેઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.