
બાબુ સોલંકી :- સુખસર
સુખસર ખાતે વરલી મટકાનો જુગાર રમાડતા ત્રણ ખેલીઓને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપ્યા.
ઝડપાયેલા જુગારીયાઓ પૈકી ઝાલોદ તાલુકાના લીંબડી તથા રણીયારના,જ્યારે એક ફતેપુરા તાલુકાના કરમેલ ગામનો.
ઝડપાયેલા ખેલીઓ પાસેથી રોકડ રૂપિયા-૧૦૪૫૦/- તથા મોબાઇલ મળી કુલ રૂપિયા- ૧૫૪૫૦/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો.
સુખસર તા.08
દિન-પ્રતિદિન સુખસર ગામ ભૌગોલિક તથા આર્થિક દ્રષ્ટિએ સધ્ધરતાના શિખર તરફ પ્રયાણ કરી રહ્યું છે.ત્યારે કેટલાક લોકો અસામાજિક પ્રવૃત્તિનો પગપેસરો કરાવવા મથી રહ્યા હોય તેવું જણાય છે.જેમાં સુખસર વિસ્તારની મોટા ભાગની પ્રજા વરલી-મટકા,આંક ફરક જેવા જુગારની રમત બાબતે માહિતગાર નથી.ત્યારે કેટલાક લોકો સુખસરમાં જુગારનો અડ્ડો ચાલુ કરી શ્રમિક પ્રજાને જુગારના રવાડે ચડાવી પાયમાલી તરફ ધકેલવાનો પ્રયાસ કરતા ત્રણ જુગારિયાઓને સુખસર બસ સ્ટેશન નજીક,સ્મશાનની પાછળથી દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પંથકની શ્રમિક પ્રજા વરલી-મટકાના જુગાર બાબતે તદ્દન અજાણ છે.ગુરૂવારના રોજ દાહોદ એલ.સી.બી પોલીસના હે.કો હિરેન્દ્રસિંહ સોલંકી તથા અલ્કેશભાઇ નાઓ સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ આધારભૂત બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે,સુખસર ખારીયા નદીના કાંઠે આવેલ સ્મશાનની પાછળ કંતાનના ઝૂંપડામાં ત્રણ ઈસમો દ્વારા વરલી-મટકાનો આંક ફરકનો જુગાર રમાય છે.તેવી બાતમી હકીકતના આધારે નજીકમાંથી બે પંચના માણસો સાથે લઈ બાતમી વાળી જગ્યાએ એલ.સી.બી પોલીસે રેડ કરવા જતાં કેટલાક લોકો ટોળે વળી કાંઇક લખતા હોય જેઓને કોર્ડન કરી પકડવા દોડતા ત્રણ ઈસમો સ્થળ ઉપર પકડી પાડેલ. જ્યારે અન્ય જુગારીયાઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.જ્યારે પકડાયેલા ઇસમોનુ નામ પુછતા એક વ્યક્તિએ પોતાનું નામ નાગેશ કુમાર કમલકાંત સાધુ રહે.લીમડી,જૈન મંદિર સામે,તા.ઝાલોદ તથા બીજાનું નામ પુછતા તેણે પોતાનું નામ પ્રકાશભાઈ માનસિંગભાઈ પારગી રહે.કરમેલ,તા. ફતેપુરા તથા ત્રીજા ઇસમનું નામ પુછતા તેણે નરેન્દ્રભાઈ દરિયાવરભાઈ જાતે બારીયા,રહે.રણીયાર,તા.ઝાલોદ જિલ્લો.દાહોદનો હોવાનું જણાવેલ આ ત્રણ ઈસમોને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી સુખસર પોલીસને સોંપ્યા હતા.
ઝડપાયેલા ઇસમોની અંગજડતી કરતા નાગેશકુમાર પાસેથી એક હાથમાં ચાલુ હાલતમાં બોલપેન તથા બીજા હાથમાં વરલી મટકાના જુદી-જુદી આંક ફરકના આંકડા લખેલ કાગળની એક સફેદ કલરની ચીઠ્ઠી મળી આવેલ.જે ચિઠ્ઠીમાં જોતા આંક ફરકના અલગ-અલગ આંકડા લખેલ હતા.જ્યારે પ્રકાશપારગીના પેન્ટના ખિસ્સા માંથી એક સફેદ કલર ની ચીઠ્ઠી મળી આવેલ હતી.જે ચિઠ્ઠીમાં જોતા આંક ફરકના અલગ-અલગ આંકડા લખેલ હતા. અંગજડતી દરમિયાન નાગેશ કુમારના પેન્ટના ખિસ્સામાંથી ૫૦૦ના દરની ચલણી નોટો મળી આવેલ.જે નોટોની ગણતરી કરી જોતા રૂપિયા ૫૦૦૦/- તથા સોના દરની બે ચલણી નોટો મળી આવેલ હતી.આમ રોકડ રૂપિયા- ૫૨૦૦/-તથા એક ઓપો કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂપિયા-૫૦૦૦/- કુલ મળી રૂપિયા- ૧૦,૨૫૦/- જ્યારે બીજા ઈસમના પેન્ટના ખિસ્સામાં પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા-૩૭૫૦/- મળી આવેલ હતા. ત્રીજા ઇસમના પેન્ટના ખિસ્સામાંથી પંદરસો રૂપિયા મળી આવ્યા હતા આવેલ આમ ત્રણ ઈસમો પાસેથી રોકડ રૂપિયા-૧૦૪૫૦/-તથા એકમોબાઈલ મળી કુલ રૂપિયા-૧૫૦૦/- નો મળી અંગ જડતી દરમિયાન કુલ રૂપિયા-૧૫૪૫૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.આ ત્રણેય ઇસમો વિરુદ્ધમાં જુગાર ધારાની કલમ- ૧૨(અ) મુજબ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આમ સુખસરમાં શરૂ થઇ રહેલી અસામાજિક પ્રવૃત્તિને દાહોદ એલ.સી.બી પોલીસ દ્વારા ઝડપી લઇ રોક લાવવાનું ઉમદા કાર્ય કર્યું છે.પરંતુ જુગાર પ્રવૃત્તિને સુખસર ગામમાં પ્રવેશતા અટકાવવા સ્થાનિક પોલીસે સતર્ક રહેવાની આવશ્યકતા જણાય છે.