
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં ખેડૂતોના નામે સાધન સામગ્રીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની આશંકા.
વનબંધુ,આયોજન,વિકાસશીલ, યોજનામાં માત્ર એજન્સીઓ દ્વારા બીલ મૂકી ગ્રાન્ટ સગેવગે થયાનાની ચર્ચાઓ
રાજ્યની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરાય તો અનેક કૌભાંડો બહાર આવવાની શકયતા
ફતેપુરાના એક જાગૃત નાગરિકે તાલુકામાં ખેડૂતોના નામે સાધન સામગ્રીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મામલાની તપાસ અને નિષ્પક્ષ તપાસ કરાવવા માટે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરતાં મામલો ગરમાયો
સુખસર,તા.૨
ફતેપુરા તાલુકામાં ખેતીવાડી વિભાગના અધિકારીઓની મિલીભગતથી ખેડૂતો માટે વિવિધ યોજનામાં આપવામાં આવતી ગ્રાન્ટ માં સાધનસામગ્રી ખરીદીના બિલ મૂકીને વિવિધ એજનસી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરાય તો અનેક કૌભાંડોનો પર્દાફાશ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
ફતેપુરા તાલુકામાં દર વર્ષે વનબંધુ કલ્યાણ યોજના જિલ્લા આયોજન વિકાસશીલ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ લક્ષી સાધનસામગ્રી ઓજાર ખરીદી તાડપત્રી,ડીઝલ પંપ તેમજ વિધવા મહિલાઓ માટે માંડવા પદ્ધતિથી બિયારણ કીટ જેવી ફાળવણી કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોને સરકારી યોજનાઓથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.ખેતી અધિકારી ગ્રામસેવક તાલુકા વિકાસ અધિકારીની મિલીભગતથી કેટલીક એજન્સીઓ વાળા ખોટા લાભાર્થીઓની યાદી મૂકીને બિલ મૂકીને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. બજારમાં મળતી વસ્તુઓની કિંમત કરતા બે ગણી કિંમતના બિલો મુકવામાં આવી રહ્યા છે. જેમાં સરકારી નાણાંનો નુકસાન થઈ રહ્યું છે જ્યારે ખેડૂતોને સરકારની યોજનાઓથી વંચિત રહેવાનો વારો આવ્યો છે આ બાબતે તપાસ માટે રાજ્ય ખેતીવાડી કમિશનર ગાંધીનગરને રજૂઆત કરાઇ હતી.