
બાબુ સોલંકી :- સુખસર
સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન બાબતે ગ્રામજનોનો હોબાળો:પોલીસે આવી મામલો થાળે પાડયો.
સ્થાનિક લોકોને વેક્સિન આપતા નથી અને જિલ્લા બહારના લોકોને આપે છે તેવો આક્ષેપ.
( પ્રતિનિધિ ) સુખસર,૨૨
ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શનિવારના રોજ સ્થાનિક લોકોને વેક્સિન આપવાની ના પાડે છે,અને જિલ્લા બહારના લોકોને વેક્સિન આપે છે.તે બાબતને લઇને હોબાળો મચાવ્યો હતો.મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
દેશભરમાં કોરોના મહામારી સામે રક્ષણ માટે માત્ર વેક્સિન જ ઉપાય હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે.જેથી તમામ લોકોને ફરજીયાત વેક્સિન લેવા માટે પણ અપીલ કરાઈ રહી છે.જેમાં દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પણ હવે લોકોમાં વેક્સિન લેવા બાબતે જાગૃત આવી હોય તેવું જોવા મળી રહ્યું છે.ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગ્રામજનો દ્વારા વેક્સિન લેવા બાબતે છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય સ્ટાફ દ્વારા ધક્કા ખવડાવવામાં આવતા હોવાનું અને જિલ્લા બહારના લોકોને વેક્સિન આપે છે.તેવું જણાવી શનિવારના રોજ હોબાળો મચાવ્યો હતો. આરોગ્ય સ્ટાફને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.