Wednesday, 11/12/2024
Dark Mode

ફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ.

June 17, 2023
        616
ફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ.

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ.

ઝાલોદ વિભાગ ડી.વાય.એસ.પી એસ.ઓ.જી, એલ.સી.બી,બ્લેક કમાન્ડો તથા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

સુખસર,તા.17

ફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ.

 

ફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથજીની 20મી તારીખે પ્રથમ શોભાયાત્રા નીકળવાની છે.તેની તૈયારી આયોજન સમિતિએ કરી દીધી છે.ત્યારે નગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઝાલોદ વિભાગના ડી.વાય.એસ.પી ,એસ.ઓ જી ની ટીમ,એલ.સી.બી ની ટીમ, બ્લેક કમાન્ડો,ઝાલોદ,સુખસર,સંજેલી અને ફતેપુરા પી.એસ.આઇ જ.કે. ભરવાડ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

ફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથજીની પ્રથમ ભવ્ય શોભાયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીની શોભા યાત્રા નીકળશે.તેને ધ્યાનમાં રાખીને ફતેપુરા પોલીસ સ્ટાફ એક્શનમાં આવી ગયું છે.ફતેપુરા નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફતેપુરા અધ્યક્ષતામાં ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.ફતેપુરા નગરમાં શનિવારના રોજ હાટ બજાર ભરાય છે.ત્યારે આ હાટ બજારમાં ઝાલોદ ડી.વાય.એસ. પી .એ.ઓ.જી ની ટીમ એલ.સી.બી. ની ટીમ તેમજ ઝાલોદ,સુખસર, સંજેલી,ફતેપુરાના પી.એસ.આઇ અને પોલીસ સ્ટાફ સાથે બ્લેક કમાન્ડો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!