બાબુ સોલંકી :- સુખસર
સંજેલી તાલુકાના ગરાડીયા ગામે 16 કરોડના ખર્ચે નવીન કસ્તુરબા વિદ્યાલયનું ખાતમુહર્ત યોજાયો…
સંજેલી તાલુકાના ગરાડીયા ગામે કે.જી બી.વી.નો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો.
રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તાર માં કન્યા વિદ્યાલય માટે 16 કરોડની ગ્રાન્ટ ફાળવી
બલિકાઓને આધુનિક સુવિધા સાથે શ્રેષ્ઠ શિક્ષણ મળશે:રમેશભાઈ કટારા
સુખસર,તા.16
ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં આદિજાતિ વિસ્તારમાં બાળકોને આધુનિક સુવિધાઓ સહિત શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે અર્થે રાજ્ય સરકાર કટિબંધ રહી અનેક વિકાસના કામો કરી રહી છે.જેમાં સંજેલી તાલુકાના ગરાડીયા ગામે 16 કરોડના ખર્ચે નવીન કસ્તુરબા વિદ્યાલય મંજૂર થઈ હતી.જેનો ભૂમિ પૂજન કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ કટારા અને ઝાલોદના ધારાસભ્ય મહેશભાઇ ભુરીયાના હસ્તે યોજાયો હતો. ખાતમુહ્ત નો કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઓનલાઈન કરાયો હતો.જેનુ સોમવારના રોજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.અને કામ શરૂ કરાયું હતું. આધુનિક સુવિધાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષણ આદિજાતિ બાલિકાઓને મળી રહેશે તેવું ધારાસભ્ય રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું.