
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર નદીમાં કડાણા-દાહોદ એક્સપ્રેસ લાઇનથી પાણી છોડાતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી.
તાલુકાની તમામ નદીઓ સહિત તળાવોમાં પાણી ભરવામાં આવે તો કુવા અને બોરના તળ ઊંચા અવતા થોડા અંશે પીવાના પાણીની સમસ્યા હલ થઇ શકે.
તાલુકાની એક નદીમાં પાણી છોડવામાં આવે જ્યારે અન્ય વિસ્તારના લોકોને બાકાત કેમ રાખવામા આવે છે?તેવા પ્રજામાં ચર્ચાતા પ્રશ્નો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૬
હાલ ફતેપુરા તાલુકામાં અનેક વિસ્તારોમાં પ્રજાને તથા પશુઓને પીવાના પાણીની સમસ્યા ઉભી થયેલ છે ત્યારે કડાણા દાહોદ એક્સપ્રેસ લાઈન દ્વારા મારગાળા હિંગલા, સુખસર થઈ બલૈયા તરફ જતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
જેના લીધે સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.જ્યારે તાલુકાના અન્ય નદી-નાળાઓમા આજ દિન સુધી પાણી છોડવામાં નહીં આવતા પીવાના પાણી માટે પ્રજામાં મુશ્કેલી ઊભી થયેલ છે.ત્યારે તમામ નદી-નાળાઓ માં કડાણા-દાહોદ એક્સપ્રેસ લાઇનમાંથી પાણી છોડવામાં આવે તો કૂવા તથા બોરના તળ ઉંચા આવે અને પીવાના પાણીની સમસ્યા થોડી હલ થઇ શકે તેમ હોય અન્ય નદીઓમાં પાણી છોડવામાં આવે તેવી તાલુકાની પ્રજામાં માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ હાલ ફતેપુરા તાલુકાના હિંગલા થી સુખસર થઈ બલૈયા તરફ જતી નદીમાં કડાણા-દાહોદ એક્સપ્રેસ પાણીની લાઈન દ્વારા પાણી છોડવામાં આવ્યું છે.જેના લીધે સુખસર આસપાસ સહિત બલૈયા તરફના અનેક ગામડાઓના લોકોમાં આનંદ જોવા મળે છે.તેમજ નદીમાં પાણી છોડાતા કુવા તથા બોરના તળ ઊંચા આવતા પાણીની આવક થશે અને તેના લીધે પશુઓને તથા માણસોને પીવાના પાણીની સમસ્યા થોડી હળવી થાય તેમ જણાય છે. પરંતુ તાલુકાની એક નદીમાં પાણી છોડી અમુક ગામડાઓને લાભ આ યોજનાનો આપવામાં આવે ત્યારે અન્ય ગામડાના નદી-નાળાઓને બાકાત કેમ રાખવામા આવે છે?તેવા પ્રશ્નો પણ તાલુકાની પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે.ફતેપુરા તાલુકામાં અનેક નદી-નાળાઓ આવેલા છે.અને આ તમામ નદી નાળાઓમાં એકવાર સારી રીતે પાણી ભરવામાં આવે તો તાલુકામાં મોટાભાગના ગામડાઓને પીવાના પાણીની સમસ્યા નિવારી શકાય તેમ છે.ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપી તાલુકામાં આવેલ તમામ નદી-નાળાઓમાં કડાણા-દાહોદ એક્સપ્રેસ પાણીની પાઈપલાઈન દ્વારા પાણી છોડવામાં આવે તેવી તાલુકાની પ્રજામાં માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
ફોટો÷ હિંગલા થી સુખસર થઈ બલૈયા તરફ જતી નદીમાં કડાણા દાહોદ એક્સપ્રેસ પાણીની પાઇપલાઇન દ્વારા છોડવામાં આવેલ પાણી નજરે પડે છે.