Thursday, 25/04/2024
Dark Mode

સુખસરના દર્દીને વડોદરા ખાતે વેન્ટિલેટર બેડ ન મળતા થયું મોત.

સુખસરના દર્દીને વડોદરા ખાતે વેન્ટિલેટર બેડ ન મળતા થયું મોત.

 બાબુ સોલંકી :- સુખસર 

  • સુખસરના દર્દીને વડોદરા ખાતે વેન્ટિલેટર બેડ ન મળતા થયું મોત.
  •  તાલુકાની સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સુવિધા નથી.
  • ઝાલોદ ફતેપુરા સંતરામપુરના ખાનગી તબીબો ની ઉઘાડી લૂંટ થી દર્દીઓ વડોદરા જવા મજબૂર.

 સુખસર,તા.૪

ફતેપુરા તાલુકાના સુખસર ગામના એક દર્દીને કોરોના સંક્રમણ થતા સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા.જ્યાં તાત્કાલિક વેન્ટિલેટર બેડ ન મળતા મોત નીપજ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા વેન્ટિલેટર બેડની સુવિધા વધારવી જરૂરી બની રહ્યું છે.

            ફતેપુરા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણનો વધારો નોંધાઈ રહ્યો છે.જેમાં આ વિસ્તારની પ્રજા ઝાલોદ દાહોદ,ફતેપુરા અને સંતરામપુર વિસ્તારના દવાખાનાઓમાં સારવાર અર્થે જાય છે. જ્યાં ઓક્સિજન સહિત વેન્ટિલેટર

ની સુવિધા ન હોવાથી તેમજ ખાનગી તબીબોની ઉઘાડી લૂંટના કારણે દર્દીઓને નાછૂટકે વડોદરા તરફ જવાનું મજબૂર થવું પડે છે. વહીવટીતંત્ર અને પદાધિકારીઓ પણ નિષ્ક્રિય હોવાનો પ્રજાને અહેસાસ થઈ રહ્યો છે. વડોદરા ખાતે કોરોના સંક્રમણ દરમિયાન સારવાર લઈ રહેલ સુખસર ગામના એક દર્દીને વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થઈ હતી.પરંતુ ૨૪ કલાક શોધખોળ બાદ પણ વેન્ટિલેટર બેડ ન મળતા તબિયત લથડતા મોત નીપજ્યું હતું. જેથી રાજ્ય સરકાર દ્વારા વેન્ટીલેટર બેડની સુવિધા વધારાયતો મોતના મુખમાં જતા લોકો બચી શકે તે વાત નકારી શકાય તેમ નથી.

error: Content is protected !!