Friday, 29/03/2024
Dark Mode

સરકારના “મારૂ ગામ કોરોના મુક્ત ગામ”ના દાવા પોકળ સાબીત થયા:દાહોદ જિલ્લામાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે રેપિડ ટેસ્ટ કીટ અને રસીની તીવ્ર અછત સર્જાઈ 

સરકારના “મારૂ ગામ કોરોના મુક્ત ગામ”ના દાવા પોકળ સાબીત થયા:દાહોદ જિલ્લામાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે રેપિડ ટેસ્ટ કીટ અને રસીની તીવ્ર અછત સર્જાઈ 

જીગ્નેશ બારીયા :- દાહોદ 

સરકારના “મારૂ ગામ કોરોના મુક્ત ગામ”ના દાવા પોકળ સાબીત થયા:દાહોદ જિલ્લામાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે રેપિડ ટેસ્ટ કીટ અને રસીની તીવ્ર અછત સર્જાઈ 

દાહોદ તા.04

દાહોદ જિલ્લામાં કોરોનાનું ચિત્ર સારું બતાવવાના પ્રયત્નમાં વહીવટી તંત્ર જોતરાયેલુ હોય તેમ લાગી રહ્યુ છે. જિલ્લામાં કોરોના આંક ઘટી ગયો હોોવાનુ લાગી રહ્યુ છે.પરંતુ જિલ્લામાં ચાર દિવસથી રેપીડ ટેસ્ટની કીટ જ નથી. રસીકરણનું કામ પણ મંથરગતિએ ચાલી રહ્યુ છે.ત્યારે મુખ્યમંત્રી પછી પ્રભારી મંત્રી પણ સબ સલામત જાણીને લટાર મારી ગયા છે. ત્યારે આગામી દિવસોમાં આવા ઢાંક પિછોડાના ગંભીર પરિણામો જોવા મળે તો નવાઇ પામવા જેવુ નહી હોય પરંતુ તેના માટેની જવાબદારી જનતાએ નક્કી કરવી રહી.

દાહોદ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતી ચિંતાજનક: આગામી દિવસો કપરા હોવાની આશંકા 

દાહોદ જિલ્લામાં કોનોનાએ કાળો કેર વર્તાવ્યો છે.અને હજી પણ પરિસ્થિતિ નિયંત્રણમાં નથી.તેમ છતાં જિલ્લા પ્રત્યે જવાબદારો દુર્લક્ષ્ય સેવાઇ રહ્યુ હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. કારણ કે પ્રજાને જાણે રામ ભરોસે છોડી દેવામાં આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલુ છે.જેથી આવનાર દિવસોમાં પરિસ્થિતિ વધારે વણસી જાય તેમ લાગી રહ્યુ છે.

ચાર દિવસથી રેપીડ કીટના અભાવે ટેસ્ટિંગ બુથ પર કાગડા ઉડે છે.

દાહોદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બદતર થઇ ચુકી છે તેવા સમયે છેલ્લા ચાર દિવસથી રેપીડ ટેસ્ટ કીટની તીવ્ર અછત છે.તેને કારણે ટેસ્ટની સંખ્યા પણ ઘટી ગઇ છે. ટેસ્ટીંગ બુથ પર કાગડા ઉડી રહ્યા છે અને ટેસ્ટ કરાવનારા ધક્કા ખાઇ રહ્યા છે. ચિંતા તો એ વાતની છે કે, કોરોના ગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા તેમના સ્વજનો પણ ટેસ્ટથી વંચિત રહી જાય છે.

 પીએચસી સેન્ટરો પર આરટી પીસીઆરનો રિપોર્ટમાં વિલંબ કોરોનાને આમઁત્રણ: ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમિત દર્દીઓ બિન્દાસ ફરે છે 

પીએચસી પર કરાવેલા RT-PCRના રિપોર્ટ પાંચથી છ દિવસે આવે છે. જિલ્લામાં હાલમાં RT-PCR ટેસ્ટ જ કરવામાં આવી રહ્યા છે. જેના રિપોર્ટ બેથી ત્રણ દિવસે આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી RT-PCR ટેસ્ટ કરાવાય છે.તેના રિપોર્ટ તો પાંચથી છ દિવસે આવે છે. રિપોર્ટ કરાવ્યા પછી પણ લોકો બિન્દાસ્ત ફરે છે. તેને કારણે સંક્રમણ પણ વધી રહ્યુ છે. સૌથી વધુ ગંભીર સ્થિતિ ગામડાઓમાં છે.

વેક્સીનના મામલે સરકાર પાણીમાં બેસી:રસીના આભાવે રસીકરણ પણ ધીમું પડી ગયુ છે

દાહોદ જિલ્લામાં રસીકરણ મામલે ઘણી ભ્રમણાંઓ પ્રવર્તિ રહી છે. જેથી ઘણાં લોકો રસી મુકાવતા નથી. જિલ્લાને 18 વર્ષથી ઉપરના તમામના રસીકરણમાંથી બાકાત રાખવામાં આવ્યો છે ત્યારે આજની તારીખે જિલ્લામાં માત્ર છ હજાર વેક્સિન જ ઉપલબ્ધ છે. રેમડેસિવિર ઇન્જેક્શન માટે પણ વલખાં છે. ત્યારે મારુ ગામ કોરોના મુક્ત ગામના સૂત્રો દાહોદ જિલ્લામાં પોકળ પુરવાર થઇ રહ્યા છે.

error: Content is protected !!