
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલયમાં મહિલા જાગૃતિ અને મહિલા સ્વરક્ષણ માટેની માહિતી આપવામાં આવી
ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ દ્વારા માહિતી આપવામાં આવી
ફતેપુરા તા.14
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મહિલા જાગૃતિ અને મહિલા સ્વરક્ષણ માટેની માહિતી આપવામાં આવેલ હતી જાગૃતિ કન્યા વિદ્યાલયમાં ધોરણ નવ થી ધોરણ-૧૨ સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ શર્મિષ્ઠાબેન બરજોડ અને મહિલા કોન્સ્ટેબલ કીર્તિ કાબૅન તાવિયાડ દ્વારા મહિલા જાગૃતિ અને મહિલા સ્વરક્ષણ માટેની માહિતી ટી.વી.ના માધ્યમ દ્વારા અને મૌખિક દ્વારા મહિલાઓની જાગૃતિ અને સ્વરક્ષણ માહિતી ઉડાણપૂર્વક વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવેલ હતી જેથી વિદ્યાર્થીનીઓ માં ઉત્તસાહ અને જોશ જોવા મળતો હતો