કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાના બોરગોટા ચોકડી થઈને દાસા જતા રસ્તાની વચ્ચે ડામર રોડ પર મોટો ખાડો પડી જતાં વાહન ચાલકોને હાલાકી…
સિંગવડ તા.૨૪
સિંગવડ તાલુકાના બોરગોટા ચોકડી થઈને દાસા જતા રસ્તાની વચ્ચે ડામર રોડ પર મોટો ખાડો પડી જતા ત્યાંથી નીકળતા વાહનો વચ્ચે અકસ્માત થવાનો ભય રહેતો હોય છે.જ્યારે આજ રસ્તા પર થઈને દાસા સાંસદ તથા ધારાસભ્યના ઘરે પણ જતો રસ્તો હોય અને આ રસ્તા ઉપર થી લોકોને વધારે પડતી અવરજવર થતી હોય અને ઘણા રાજકીય નેતાઓ પણ આ રસ્તા પર થઈને સાંસદ કે ધારાસભ્ય ને મળવા માટે જતાં આવતા હોય તો આ રસ્તાનો ખાડો પૂરીને સરખો કરવામાં આવે તો આ રસ્તા ઉપર અકસ્માત સર્જવાની શક્યતાઓ ઓછી થઈ જાય તેમ છે.જ્યારે આ રસ્તા પર રાત્રિના સમયે જો કોઈ મોટરસાયકલ સવાર નીકળે તો મોટરસાયકલ સવાર પણ આ ખાડામાં પડી શકે તેમ હોય માટે દાસા જતા ડામર રસ્તા પરનો ખાડો પુરવામાં આવે એવી વાહન ચાલકો તથા મોટરસાયકલ ચાલકની માંગ ઉઠવા પામી છે.