કલ્પેશ શાહ, સિંગવડ
રણધીપુર પોલીસ દ્વારા હોળી અને ધુળેટી ના તહેવારને લઈને આગેવાનોની મીટીંગ યોજી..
રણધીપુર પોલીસ દ્વારા હોળીના અને ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને આગેવાનો ની મીટીંગ યોજવામાં આવી જેમાં હોળીનો મેળો ભરાતો હોય આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ થી હોળીનો મેળો સંપૂર્ણ થાય તે માટે પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.એમ એમ માલી દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં હોળી અને ધુળેટી નો તહેવાર સંપૂર્ણ થાય તેવી સૂચના આપવામાં આવી તથા પોલીસને મદદરૂપ થવા જણાવ્યું…