કલ્પેશ શાહ, સિંગવડ
સિંગવડ તાલુકાના સુડીયા ગામે જંગલમાં પશુઓ ચરાવવા મામલે ચાર ઈસમોએ ભેગા મળી એક ને ફટકાર્યો..
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સુડીયા ગામે જંગલમાં પશુઓ ચરાવવા મામલે ચાર ઈસમોએ ભેગા મળી ગેરકાયદેસર મંડળી બનાવી એકને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૧૫મી સપ્ટેમ્બરના રોજ સુડીયા ગામે ખોબરા ફળિયામાં રહેતાં કલ્પેશભાઈ વરસીંગભાઈ બારીયા પોતાના ઉપર વાસ જંગલમાં આવેલા ખેતરમાંથી પરત ઘરે આવતાં હતાં તે સમયે ગામમાં રહેતાં દિનેશભાઈ લીંમજીભાઈ બારીયા, ચીરાગભાઈ દિનેશભાઈ બારીયા, ભીમજીભાઈ લાલજીભાઈ બારીયા અને ગીરીશભાઈ ભીમજીભાઈ બારીયાનાઓને કલ્પેશભાઈ રસ્તામાં મળતાં કલ્પેશભાઈએ પુછેલ કે, ગામના બધા લોકોના પશુઓ જંગલનું ઘાસ ચરે છે તો તેઓને તમે કશુ કહેતા નથી અને અમારા ગાય – બળદો જંગલમાં ઘાસ ચરી જાય ત્યારે અમારા છોકરાઓને તેમ કેમ ગાળો બોલો છો ? તેમ કહેતાં ઉપરોક્ત ચારેય જણા એકસંપ થઈ પોતાની સાથે લાકડીઓ લઈ આવી કલ્પેશભાઈને બેફામ ગાળો, સાલાના પગ ભાંગી નાંખો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ લાકડીઓ વડે કલ્પેશભાઈને માર મારી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કલ્પેશભાઈ વરસીંગભાઈ બારીયાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.