Friday, 29/03/2024
Dark Mode

સીંગવડ તાલુકાના સસ્તા અનાજની અમુક દુકાનોમાં ગયા મહિને આપવામાં આવેલા ચોખામાં પ્લાસ્ટિકના દાણા જેવું નીકળતા ચકચાર…

June 10, 2021
        802
સીંગવડ તાલુકાના સસ્તા અનાજની અમુક દુકાનોમાં ગયા મહિને આપવામાં આવેલા ચોખામાં પ્લાસ્ટિકના દાણા જેવું નીકળતા ચકચાર…

 કલ્પેશ શાહ:  સિંગવડ

સીંગવડ તાલુકાના સસ્તા અનાજની અમુક દુકાનોમાં ગયા મહિને આપવામાં આવેલા ચોખામાં પ્લાસ્ટિકના દાણા જેવું નીકળતા ચકચાર             

સિંગવડ તાલુકાના ધી  મોટા કદની લેમ્પ મંડળીમાં ચાલતી મોટા આંબલીયા શાખામાં ચાલતી અને તેમાં ભાણપુર ગામના સસ્તા અનાજની દુકાનમાં ગયા મહિને સરકારમાંથી આવેલા ચોખાને ગ્રાહકોને આપવામાં આવ્યા હતા.જેમાં ભાણપુર ગામના ડામોર પ્રકાશભાઈ તથા અન્ય ગ્રામજનો  દ્વારા આ ચોખા આપવામાં આવ્યા હતા. જ્યારે તે ચોખા ને બરોબર દેખતા તેમાં ચોખામાં અલગ અલગ પીળા દાણા દેખાતા તેમને આ ચોખા સાફ કરતા તેમાંથી ચોખાના દાણા નીકળ્યા હતા.તે પ્લાસ્ટિકના દાણા લાગતા હતા.તો તે પ્લાસ્ટિકના જેવા લાગતાં ચોખા લઈને સીંગવડ પુરવઠા મામલતદારને આપવામાં આવ્યા હતા. જ્યારે પુરવઠા મામલતદાર દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. જ્યારે આ ચોખાના દાણા માટે જિલ્લામાં મોકલીને અને લેબોરેટરીમાં મોકલવાની વાત કરવામાં આવી હતી.જ્યારે આ ચોખા ખરેખર પ્લાસ્ટિકના દાણા છે?કે પછી કોઈ બીજા ચોખા છે. તેની તપાસ કરવામાં આવે તો જ ખબર પડે કે શું છે.અને જો પ્લાસ્ટિકના ચોખા હોય તો ખરેખર ગામડાની પ્રજાને આવા ચોખાના દાણા ખાઈને મરવાનો વારો આવે તેમ લાગી રહ્યું છે. માટે ચોખાના દાણાને તપાસ કરીને ખરેખર આ ચોખામાં મિક્સ ક્યાંથી થયો તેની તપાસ કરી તેની આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી આ ગામડાની પ્રજા ની માંગ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!