સુમિત વણઝારા
સીંગવડ તાલુકાના પીપળીયા ગામે ખેતરમાં 26 વર્ષિય યુવકે ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું..
દાહોદ તા.09
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પીપળીયા ગામે એક 26 વર્ષિય યુવકે અગમ્ય કારણોસર ખેતરમાં આવેલા ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સિંગવડ તાલુકાનાપીપળીયા ગામે ટેકરી ફળિયામાં રહેતા 26 વર્ષીય શૈલેષભાઈ ધીરાભાઈ બારીયાએ અગમ્ય કારણોસર પોતાના ઘરની બાજુમાં આવેલ એક ખેતરમાં ઝાડની ઉપર દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનો સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર પહોંચી આવી હતી અને મૃતકની લાશને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યા હતા આ સંબંધે પીપળીયા ગામે ટેકરી ફળિયામાં રહેતા ધીરાભાઈ સબુરભાઇ બારીયા દ્વારા રણધીકપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુના આંધળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.