ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના સીમલીયા ગામની પરણીતાએ સાસુના પતિના ત્રાસથી કેરોસીન છાટીને જીવન ટૂંકાવ્યું..
સંતરામપુર તા.13
સંતરામપુર તાલુકાના સીમલીયા ગામની બનેલી ઘટના સંતરામપુર તાલુકાના સીમલીયા ગામ ને પરણિતાના લગ્નના એક જ વર્ષ પહેલા હતા એક વર્ષ બાદ સાસુ અને તેના પતિ વારંવાર તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો તેની સાસુ અંબાબેન વારંવાર amarnagar ટોણા અને મેણા મારતી હતી અને વિજય પ્રભુભાઈ પારગી વારંવાર તેની પત્નીને ખોટી રીતે હેરાન કરતો હતો અને કહેતો હતો કે તું મને ગમતી નથી અને રાખવાની નથી આ રીતે વારંવાર પરણિતા જોડે માનસિક ત્રાસ ત્રાસ આપતો હતો આ બાબતની ફોન દ્વારા તેમના પરિવારની પરિણીતાએ જાણ કરી હતી કે મને મારી સાસરીમાં મારી સાસુ અને મારો પતિ મને ઘણો ત્રાસ આપે છે અને હું કંટાળી ગઈ છું નાછૂટકે પરણિતાએ ઘરની અંદર સવારના પોતાની સાસુને ઘરમાં જ શરીર ઉપર કેરોસીન નાખીને દાઝી ગઇ હતી દાઝી જતાં બુમ બરાડા કરી મૂકી હતી તાત્કાલિક સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવેલી હતી અને તેના પતિએ અને પરિણીતાના પરિવારને ફોન કરીને સરકારી દવાખાનામાં અમારું જાણ કરી હતી શરીર ઉપર વધારે દાઝી જવાના કારણે ગોધરા રીફર કરવામાં આવેલા હતા પરંતુ નાજુક તબિયત હોવાના કારણે બરોડા લઈ જવા માટે ગયા હતા પરંતુ પરિણીતાનું રસ્તામાં મોત નીપજ્યું હતું પરિણીતાના પિતા શંકરભાઈ હકજી ભાઇ ડામોર સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુના વિરોધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી સંતરામપુર પોલીસ દુષ્પ્રેરણા કરી અને અન્ય ગુનો કરવા બાબતમાં પોલીસે બેના વિરુધ્ધ ગુનો દાખલ કર્યો વિજય પ્રભુભાઈ પારગી અંબાબેન પ્રભુભાઈ પારગી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી…