ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરની ચીબોટા નદીમાં જંગલી કાંજીની ભરમાર:ચોમાસાનું માથે છતાંય તંત્ર દ્વારા નદીમાં સાફ-સફાઈના અભાવે નર્કાગાર જેવી પરિસ્થિતિ.
સંતરામપુર તા.17
ચિબોટા નદી ચારે બાજુથી નદીની અંદર જંગલી ઘાસોથી આખી નદી ભરાઈ ગયેલી જોવા મળી આવેલી છે.આના કારણે નદીમાં પાણીનો સંગ્રહ કરી શકાતો નથી.જ્યારે બીજી બાજુ કેટલાક લોકો આ નદીની અંદર કચરો પણ ઠાલવે છે.કુદરતી રીતે સંતરામપુરની સૌથી મોટી નદી ગણાતી આજે આખી નદીમાં અંદર જંગલી ઘસોની ચાદર જોવા મળી આવેલી છે.સફાઈના અભાવના કારણે આ નદી દુર્ગંધથી અને સ્વચ્છતાનો અવાજ જવાઈ રહેલો છે.ગામની અંદર સૌથી સારામાં અને સારી અને મોટી નદી ગણાતી જે ઘણા સમય પહેલા મોટાભાગના લોકો આ નદીનો પાણીનો પણ ઉપયોગ પણ કરતા હતા.પરંતુ નિષ્કાળજી અને તંત્રની બેદરકારીના કારણે હવે આ નદી લોકો માટેને કુદરતી સૌંદર્ય માટે નર્ક બનીને રહી ગઈ છે.મોટા પ્રમાણમાં જંગલી ઘાસો ઉભી જવાના કારણે વરસાદનું પાણી પણ આવે તો તેનું અંદર સંગ્રહ થઈ શકતું જ નથી કારણ કે ધીરે ધીરે આ નદી હવે નદીનું પુરાણ થતું જોવા મળી આવેલું છે જેના કારણે ચોમાસા દરમિયાનમાં ફક્ત ચાર જ દિવસની અંદર આ નદીમાંથી પાણી નીકળી જતું હોય છે. અને ફરીથી જંગલી ઘાસો જોવા મળી આવતી હોય છે માત્ર સંતરામપુરની આ એક જ નદી હોવા છતાંય તેને જાળવવામાં તંત્ર નિષ્ફળ ગયેલું છે ચારે બાજુથી કચરાના ઢગલા અને જંગલી ઘાસોથી ભરમાર જોવાયેલું છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા અને તળાવો ઊંડા કરવા માટે તંત્ર દ્વારા ચોમાસા પહેલા કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે જ્યારે સંતરામપુર ની અંદર આદિમ સુધી આ નદીની અંદર કોઈપણ પ્રકારની સફાઈ કે ઉંધી કરવાની કામગીરી કરવામાં આવેલી જ નથી જેના કારણે આ નદી નહીં પરંતુ જંગલી ઘાસોનું ભરમાર મેદાન જોવા મળી આવેલું છે.