ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરના વાંકાનાળા પાસે બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત…
સંતરામપુર તા.17
સંતરામપુરથી ગોધરા તરફ જવાના માર્ગ પર વાંકા નાળા પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં મોટર સાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે.GJ.31.T.2204 નંબરના ડમ્પરે GJ.20.BC.5545 નંબરની મોટરસાયકલને અડફેટે લેતા આ ઘટના બની હતી.જેમાં ડમ્પરનો આખું ટાયર જ બાઇક ચાલક પર ફળી વળ્યું હતું જેથી ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું છે બીજી તરફ અકસ્માતની ઘટના બનતા આસ પાસના સ્થાનિક લોકોના ટોળા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ થતાં સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પોહચી મૃતકના પરિવારની ઓળખની તપાસ હાથ ધરી હતી તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવાન દાહોદ જિલ્લાના આસપુર ગામનો હોવાનું જાણવા મળેલ છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે..