ઈલ્યાસ શેખ, સંતરામપુર
અનસૂચિત જાતિના ઈસમોને હેરાન કરનાર સંતરામપુર વન વિભાગના કર્મચારીઓ સામે એટ્રોસીટી એકટ હેઠળ ગનો નોધાયો.
મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના મોટા ઓરા ગામે અનુસૂચિત જાતિના વાલ્મીકી ભાઈઓ જંગલની જમીન ૧૯૮૦ પહેલાંથી ખેડતા હતા, વાલ્મીકી કાન્તીભાઈ ગલાભાઈનો ૫૦ વર્ષ ઉપરાંતનો કબજો ધ્યાને લઈ સરકારશ્રીના પરીપત્ર મુજબ જમીનની ફાળવણી કરી સનદ ઈસ્યુ કરી હતી,ત્યારથી વાલ્મીકીના છાપરાં તે જંગલની જમીનમાં હતા,જંગલની જમીનમાં છાપરૂ હોવા બાબતે સંતરામપુર રામભેમબીટના બીટગાર્ડ રવિભાણ,ખાંટ અરવિંદભાઈ, બારીયા મણીલાલ પુંજાભાઈ,રામભેમ બીટના બીટગાર્ડ બહેન તથા બીજા ૧૦ જેટલા ફોરેસ્ટના બીટગાર્ડ તેમજ અધિકારીઓએ તા. ૨૯/૧૨/૨૦૨૨ ના રોજ ૧૨ થી ૧ ના અરસામાં સ્થળ પર આવી જણાવેલ કે “તારે આ જગ્યાએ છાપરૂ રાખવ હોય તો રૂા. ૨૦,૦૦૦ આપવા પડશે. તે રકમ નહી આપે તો તારૂ છાપરૂ તોડી નાખીશ તેવી ધમકી આપેલ. ફરીયાદીએ પૈસા નહી આપતાં સનદ બતાવવા છતાં આરોપીઓએ મા—બેન સમાણી ગંદી ગાળો બોલી, જાતિ વિષયક અપમાનીત શબ્દો બોલી,ગેરકાયદેસર છાપરૂ તોડી નાખી ખાનગી વાહનમાં માલ સામાન ભરી લઈ જઈ ગુન્હો કરેલ, તે બાબતની ફરીયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરેલ, પોલીસે ગુનો નહી નોધતાં ફરીયાદીએ વકીલશ્રી સોનાલી.પી.ચૌહાણ મારફતે મહીસાગરના મહે.એડી. સેસન્સ જજ સાહેબશ્રી સમક્ષ ક્રિમીનલ ઈન્કવાયરી દાખલ કરતાં નામદાર કોર્ટે .પ્રો, કોડ ક. ૨૧૦ મુજબ ઈન્કવાયરી કરાવતાં તેમજ વકીલશ્રીએ રજુ કરેલ પુરાવાઓ અને ધારદાર દલીલોને ધ્યાને રાખી એડી. સેસન્સ જજ સાહેબશ્રી લુણાવાડાનાઓએ આરોપીઓ સામે ગુનો નોધવાનો આદેશ કરતાં તે આધારે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ઉકત આરોપીઓ સામે ઈ.પી.કો કલમ-504, 506(1), 120B, 141, 142 143,166, તથા એટ્રોસીટી એકટની કલમ 3(1)(r),3(1)s,3(2)(va) મુજબનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરીયાદ પક્ષે ગોધરાના યુવા વિધ્ધવાન ધારાશાસ્ત્રી સોનાલી.પી.ચૌહાણ હાજર રહયા હતા. આમ, આ ફરીયાદના પગલે ખોટી રીતે ગરીબોને તથા પછાત વર્ગના ઈસમોને હેરાન કરતા તેમજ ઉપલા અધિકારીની લેખિત સુચના અને હુકમ સિવાય તથા સરકારશ્રીના નિયમો અને હુકમોનો ભંગ કરનાર આપખુદી સત્તા વાપરતા કર્મચારીઓ સામે લાલબત્તી સમાન કિસ્સો છે.